હું ખસું ને અંતરપ્રભુ ડગ માંડે.
મમ થકી મર્મ ધર્મ કર્મ પતાવે.
પગલેપગલે મતિ મન તન તારે
ખુદ ચરણે, ખુદને, ખુદમાં સમાવે.
જીવન ચક્કર, પોતીકું અપનાવે
ઝાલ્યો મમ હાથ, નિશ્ચિંત બનાવે.
પગલેપગલે મૈત્રી સ્વાદ ચખાડે
ખુદ ચરણે, ખુદને, ખુદમાં સમાવે.
સંસાર સંધાન બધુંય સંગાથે
જોડાજોડ ગતિમાં સર્વ સંભાળે.
પગલેપગલે રહી ધરપત આપે
ખુદ ચરણે, 'મોરલી ', ખુદમાં સમાવે.
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment