Tuesday, 31 December 2019

કુદી કુદીને ફરી વળે ...



એક એક ‘રાહ’ જે તાંકતી, ખૂલી મહીં વિચાર
"આવશે આવ્યું ખરાબ થશે બગડશે હવે ક્યાંક!"

એ સંકેતો નથી જે જણાવે મુશ્કેલી એંધાણ
પણ લાવવાનો હોય ત્યાં વિચારનો બદલાવ

સ્વીકારવું નહીં એમ માની કે આ જ થશે આમ
પણ ઠપકારવું મન “તારી શું આટલી જ તાકાત”

ને તુરંત બદલાશે એનો વહેણ ને પ્રભાવ
કોઈક જોઈએ એને જે સતત ટોકે જયાં નોતરે ખચકાટ

અવિરત એ અન્નમય ને ઈચ્છાગ્રસ્ત મનોવળાંક
સુધારવો રહે પહેલાં એને થકી અર્પણ ને અંત:દાબ

કુદી કુદીને ફરી વળે ને વાતાવરણ કરે પાયમાલ
અંકુશ જેટલો અંતરાત્મા થકી, સરળ એટલી હિલચાલ...

પ્રભો...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Prosopis glandulosa
Honey mesquite  
Significance: Logic in Thoughts
Likes coherent discourse.

Monday, 30 December 2019

હિંસાનો ચહેરો ...



હિંસાનો ચહેરો વરવો 
પણ એથીયે વધુ જે હિંસક થઈ ઓઢતો
અજાણતા કે વશ કારણો
કોઈક મજબૂરી જ, જેથી મ્હાત થાતો 

દર મનબુદ્ધિની જડો
મૂળે તો સમાયોજનથી સંતુલિત શાખો
ભીતર સાથે સક્ષમ જોડાણો
 ને ખરતી રાખે વિરોધી અસરો

મર્મ વિપરીતમાં જે સપડાયો
મૂળભૂત લય, રાગ, વિચાર, વ્યવહાર આધાર ખોતો 
એકવાર ગુમાવ્યા પછી તો
જન્મો જાતાં, ને ધરબાતો રહેતો અસહાય "માનવ"મહોરો

ઉછેરવાં એવાં બાળપણો
જેમાં ભાવ, વિચાર, આચાર "પગભર" કરતાં શીખવો
આર્થિક સ્વાયત્તતાથીયે માનો
અનન્ય અનિવાર્ય હોવો માંહ્યલો શિશિત સુદ્રઢ બહોળો

પ્રભો...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Graptophyllum pictum
Caricature plant  
Significance: Vital Impulses
Look like nothing at all, but assert themselves and are stubborn.

Sunday, 29 December 2019

કયાં સ્પર્શે મુજ ...


પરમને સ્કંધે જ જ્યાં હું! તે 'ભારો' કયાં સ્પર્શે મુજ
અલાયદી જ કંઈ રીતિ જ્યાં પરમની ગતિ સમુચ્ચ

કંઈક સ્તરો ચડાવી, ખુદ ઊતરે, અહીં દેહસ્થે ખુદ
ધરે જીવની, બક્ષી સંનિધી ને માણે સાયુજ્ય સમુચ્ચ

અહો, આ પરમ પ્યાલી! ઘૂંટડે ઘૂંટડે પચે અમૃત
મસ્તિષ્કેથી ઊતરે ને અભિભૂત જગ સમગ્ર સમુચ્ચ

કંઠ હ્રદય પાદ ઇન્દ્રિય દ્રષ્ટિ...તમામ કરણો આકૃત
જે તે કાર્ય, ભૂમિકા તત્પર ને કર્તવ્યશીલ સમુચ્ચ

આ પ્રસાદી સેવન, હે પરમશ્રી! તવ થકી પામે તુજ
ઘુંટ તું ને ગળનાર તું ને સંમ્મીલિત તુજ થકી સમુચ્ચ...

પ્રભો...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Abutilon Xhybridum
Chinese lantern, Flowering maple, Parlor maple, Indian mallow
Significance: Promise
The future is full of promise.

Saturday, 28 December 2019

તાકાત સત્યનિષ્ઠાની ...


એક પળની સત્યનિષ્ઠા સાચી
દેતી પળ કર્મ કરણને આઝાદી

અંતરેથી ખૂંપીને બહારમાં આવી,
તો હોય ધરી કેટકેટલી સાચશુધ્ધિ!

સંગે એકાગ્રતા ને દ્રઢતાની મજબૂતી
ને મક્કમ નિર્ધારમય બાહ્યની સપાટી

બની રહે આપોઆપ માધ્યમ મુક્તિ
તાકાત સત્યનિષ્ઠાની ન આંકવી ઓછી!

બસ! એ જો વરદાન બક્ષે પરમ સમસ્તી
ન્યાલ થાય પ્રાર્થી પામી આંતરિક સમૃદ્ધિ

ખોલે ભલભલાં માર્ગ દિશા કે પદ્ધતિ
શાંત સંતુલિત જોશમાં અડગ પથગામી

પ્રભો... 

ડિસેમ્બર ૨૦૧૯  


Flower Name: Aster amellus
Italian aster
Significance: Simple Sincerity
The beginning of all progress.

Thursday, 26 December 2019

મનુષ્યદેહ ... સક્રિય તંત્ર ...


મનુષ્યદેહ રચી દીધી ઉત્ક્રાંતિક રાહ
સક્રિય તંત્ર,જેનો આજીવન કાર્યકાળ
માંસપેશી પણ છે પરમનું યોગદાન

ચપળ, સઘન છતાં અદ્રશ્ય ક્યાંક
દેહદ્રષ્ટિને સીધું ક્યાંય દ્રશ્યમાન
દેહ અંદર, અવયવોની શું હિલચાલ

પ્રત્યેક દેહકણ પોતાનામાં પૂર્જો મહાન
એકની પણ કમી નોંતરે સ્થિતી વિકલાંગ
કેવી અન્યોન્ય નિર્ભર વ્યવસ્થા અગાઢ!

સામાન્ય મતિને શોધ, કેળવણીથી આશ
વિજ્ઞાન વિસ્તરે જેટલું, એટલું લાગે પછાત
દર ભાત, આલેખન, નક્શી જાણે પડકાર!

મનુષ્ય બિચારો! પોતાનાં દેહથી મહાત
સિદ્ધીઓ, સ્તરો ઓળંગે એકએકથી ચડિયાત
ને મ્હાત ખાય જ્યાં દેહની સિદ્ધતાની વાત!

પરમનું માર્ગદર્શન પરમને કાજ...

પ્રભો... 

ડિસેમ્બર ૨૦૧૯  



Flower Name: Calophyllum inophyllum
Alexandrian laurel, Indian laurel, Laurelwood
Significance: Peace in the Physical
To want what God wants is the best condition for it.

Wednesday, 25 December 2019

પાંગરતો રહે ભવાટવીને આવરતો...


પ્રમાણિત થઈ શકે તમસનો હિંસક પ્રહાર
કે રજસનો બદલાભાવ તત્પર તત્કાળ
પણ સમજાય સત્વનો ધરબાયેલ અહંકાર

પારાવાર પડળો મધ્યે છૂપો હોય ક્યાંક
સામાજિક કાર્યોઆબરુ વચ્ચે બેહિસાબ
પાંગરતો રહે ભવાટવીને આવરતો અહંકાર

વ્યક્તિ ઘૂમેહાજી-હોમાણતો રોબદાર
આંતરિક વાતાવરણને ધરબી પાયમાલ
થોકબંધ આંચળીમાં પનભતો અહંકાર

રખે ને ક્યાંક દેખાય તો ખંખેરજો માંહ્ય
અર્પણમાં સતત રાખજો દિવ્યતણી લ્હાય
પછી રક્ષણ સાથ ને વણમાગ્યું ખરતું રહેશે આપોઆપ...

પ્રભો ...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Eucalyptus
Eucalyptus, Australian gum, Gum tree, Ironbark, Stringybark
Significance: Abolition of the Ego
One exists only by the Divine and for the Divine.

એકાત્મા ને આત્મએકમ ...



માનવજીવન દરમ્યાન પહોંચવું આત્માને સ્થાન
જીવંત રાખવો એ જ લક્ષ સક્રિય સદાકાળ

આંતરે થયો જો એવો જરુરી ફેરફાર
બાહ્યે ખરી પડે બીનજરુરી, પેચીદા, પગપેસાર

સાથે તીક્ષ્ણતા વધે મનની ને શુદ્ધિ મહી પ્રાણ
સ્વર્ણતા દેહની ને મતિ ઝીલવા લાગે પરમવાક

એકવાર મુખર થયો આત્મા મોખરે રાખે ધ્યાન
અર્થહીન મર્યાદાઓ ઓગાળે ને પલટાવે જે વિકસવા તૈયાર 

સ્વયંભૂ તંત્ર અનુભવે ને અસ્તિત્વ જીવે અધ્યાહાર
બધું જ જાણે સામાન્ય જેમ! ભીતરનું સંગઠન દ્રઢ શાંત

એકજૂઠ પૂરું અસ્તિત્વ ને વ્યક્તિત્વ ઠાલું નામાવિધાન
ઊંડે ઊંડે ક્યાંકથી શરુ થઈને સર્વત્રે જાણે વર્તાય

અહો પ્રભુ! આ જ એકાત્મા ને આત્મએકમમાં જીવ સમાય
એકાત્મકતા શાશ્વતીની ને શાશ્વત જીવે ચૈત્યે નિતાંત...

પ્રભુ ચરણે...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Viscum album
Mistletoe
Significance: Sign of the Spirit
The Spirit says, “I am here”.

Tuesday, 24 December 2019

જાણે કરોળિયાની જાળ!




કશુંય નથી જતું ક્યાંય કે કરતું આમથી તેમ જા -આવ
માન્યતા! પુરાવાઓ દેખાડતીમનઘડંત, બેબુનિયાદ,

બસ! એમાં સપડાયાની વાર, જાણે કરોળિયાની જાળ
એકવારની સંમતિ છેટું ને જકડે જડતા અસલામતી અભાન

દોરી જાય દર અનુભવે: "જો, તારું લુંટાયું આમ,
તારું હતું, હવે આની પાસે ગયું, જોઈ લે! ભલે તું માન..."

અસંખ્ય રચે આવા સંવાદો, મનને અપાતો મનનો ત્રાસ
નબળું ચેતાતંત્ર સંકલ્પવિહીન, માને હીન દર વાત

પાછું ઉમેરે એમાં નિમ્નપ્રાણ ઊંટવૈદ્યો હેવાતા મદદગાર
મુશ્કેલીનિવારકો, જીવનસુધારકને નામે લૂંટે, રોપે ડરકાંપ 

ફસતો રહે જણ વધું ને વધું, કરે કળણનું કામ
સાબિતીઓની હારમાળા પકડાવ્યા કરે, કાન માંડો એટલીવાર

નીકળવું રહે ચક્કરમાંથી, નિમ્નતાની રમત સાફ
મક્કમતાપૂર્વક હટવું રહે પ્રખર પ્રવર્તતી માયાજાળ

પ્રભો ...

ડિસેમ્બર ૨૦૧૯



Flower Name: Beleperone guttata
Shrimp plant, Mexican shrimp plant, Shrimp bush, False hop
Significance: Thirst for Perfection
Constant and manifold aspiration