Saturday, 28 February 2015

આ માણસ, તારાં નામ...


હે ભગવાન!

આ માણસ, તારાં નામ પર શું શું ન કરતો?
વાદ-વિવાદ-વિખવાદ, બધું તારે માથે નાખતો!

જવાબદારી, ભૂમિકા, ફરજમાંથી ભાગી છૂટતો.
ઈશ્વરઈચ્છાનાં નામે કેટકેટલું, મનગમતું ખપાવતો!

પોકળ ત્યારે લાગે, જ્યારે પોતાનાં ભાગનું ન છોડતો.
કરવાનો વારો આવે ત્યારે જ, ઈશ્વર, સ્મરણમાં આવતો!

ભલુ થજો સર્વેનું 'મોરલી', પ્રભુ, તું છે બધું જોતો.
જેનું જે હોય અત્યારે, અંતે સાચ્ચી પ્રભુઈચ્છા બનજો.

-         મોરલી પંડ્યા
માર્ચ ૧, ૨૦૧૫



Friday, 27 February 2015

આવતી પરોઢે...



આવતી પરોઢે નવાં કિરણો ફૂટશે,
સૂર્યોદય પાછો નવાં તેજબિંબ છોડશે,
ને અંબર-ધરતી તેજસ્વી આભા ઓઢશે.

જીવતાં, પાછાં જીવંત સ્વપ્નો વણશે,
વૃક્ષની ઘટાઓ, તાણીને ટટ્ટાર થશે,
ને ઊડાઊડ પારેવાં, ચણખોજ માંડશે.

ક્યાંક તરબોળ, હેમ હૈયું, પ્રભુ પોકારશે,
ક્યાંક કર્મો, પ્રભુબળમાં ઊગી નીકળશે,
ને પ્રભુઐકય, ગહન ઊંડાણ પામશે.

અહો! આ અદ્ભૂત ગતિચક્ર! ઘૂમતુ રહેશે,
ચોમેર, દિવ્યચેતનામાં વિસ્તરતું, ઊગરશે,
ને મા, તવચરણે 'મોરલી' ડૂબતૂં ઊછરશે...

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨૭, ૨૦૧૫

Thursday, 26 February 2015

I am seated...


I am seated in soul of this matter,
Pulled backwards, of back where spinal…

Opposite to the side, of chest structure,
Detached from system, operates as human…

Enable to see function, in correspond, accord
Stream flows above head up till toe…

Surrendered witness, being witnessed,
Attune ‘Morli’, union with Mother remain…

-         Morli Pandya
February 26, 2015

Wednesday, 25 February 2015

ન જોટો કૃષ્ણ-ભક્તિનો...


ન જોટો કૃષ્ણ-ભક્તિનો, અદભૂત!
અનન્ય, ભિન્ન, પ્રેમી ઊત્કૃષ્ઠ!

સુદામો, એક જ ભક્ત અદ્વિતીય!
ન કોઈ બીજું નિર્ધન અતિમૂલ્ય!

મીરાં, એક જ ભક્ત અવિસ્મરણીય!
ન કોઈ બીજું વિષપાન અમૂલ્ય!

રાધા, એક જ ભક્ત ચિરસ્મરણીય!
ન કોઈ બીજું પ્રેમવિરહ તુલ્ય!

મારો કૃષ્ણ જાણે તીવ્ર ભક્તિ શુદ્ધ!
ન પામવું હવે એને કસોટી ઊતીર્ણ!

જાગવો મોરલી પ્રભુપ્રેમ ઊરનો અતુલ્ય!
હોય માતૃ-પિતૃ કે મિત્ર-સખા સમરૂપ!

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨, ૨૦૧૫

Tuesday, 24 February 2015

Time, my friend!


Time, my friend!
Not any more
Patience or pace!

Always by my side!
Brings results, surprise
From splendor infinite!

For divine drive,
To live birth right,
Fly with smooth flight!

Thank You, my friend!
Each stage divine face!
‘Morli’ knows timeless taste!

- Morli Pandya
February 24, 2015

Monday, 23 February 2015

તેં જ રાખી છે મા...


તેં જ રાખી છે મા,
ચાંપતી પહેરેદારી મારી!
ઊઠતાં-સૂતાં સતત,
રહેતી હવે, જોડીદારી તારી

તેં જ માંડી છે મા,
અંતઃસ્થ ભેખ ને ધુન મારી!
હાલતાં-ચાલતાં સતત,
સાથે, હવે, જવાબદારી તારી

તેં જ મૂકી છે મા,
ચોગમ તકેદારી મારી!
હસતાં-રમતાં સતત,
સંગે, હવે, રખેવાળી તારી

તેં જ દીધી છે મા,
સલૂંણી સંસાર-સવારી મોરલી
જીવતાં-મરતાં પૂર્વે-પશ્ચાત,
સતત સંગે હવે, હાજરી તારી

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૫

YOU, the Harmony...22.02.2014

Sunday, 22 February 2015

Nothing goes...


Nothing goes in vain
Nothing happens like that
With aspiration and answer
Everything happens in a flash

Nothing realises as sage
Nothing awakes through fake
With consistence and action
Everything revels in soul statement

Nothing to wait till above there
Nothing soluble in worldly attached
With openness and grace
Everything transforms in divine element

Nothing moves with God image
Nothing powered with human bondage
With descent and instrument
Everything enlightens ‘Morli’ in Lord’s lap

-         Morli Pandya
February 22, 2015


Saturday, 21 February 2015

બુદ્ધિને ઠારો ને...


બુદ્ધિને ઠારો ને મનને વારો
તો ક્ષમતા મેદાન મળે મોક્ળું.
મૌનની ક્યારીને પહોળી કરો
તો ચૈતન્ય ઊગી નીકળતું.

ઊર સ્થિત ધ્યાન ને છેદ શીશ પાર
તો સ્વર્ગ દેહાધિન થાતું.
એની પગથી પોતીકી રાખો
તો જીવતર ઈશ્વરદત્ત ચાલતું.

શાંતિ ઊતરી ને મતિ શકે શોષી
તો અલકમલક દોડી આવતું.
આધારમાં પચે ને કર્મમાં ફૂટે
તો હળવું ક્ષણક્ષણ જીવાતું.

કર્તવ્યનાં દોર્યાં ને અર્પણમાં છૂટયાં
તો આનંદનું ઘર મળી આવતું.
સમય આરપાર, પેલેપાર પહોંચ્યાં મોરલી
તો હ્રદયમાં હરિદ્વાર ખુલતું.

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૫

Friday, 20 February 2015

આ જીવન તારે...



ફરીયાદ નથી કોઈ તાક નથી
હરતું ફરતું રમતું છે
આ જીવન તારે ચરણે ધરી
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે.

ન ગૂંથવું કંઈ ન વાળવું કંઈ
પોત મલમલી લીસું છે
આ જીવન તારે ખોળે કરી
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે.

અવશેષ નથી કંઈ શેષ નથી
અત્ર તત્ર સર્વત્ર છે
આ જીવન તારે તેજે ભળી
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે.


તેં, ભરપૂર ભરી, અણુ કણુ દિપ્તી
ચૈત્યતત્વ જ સર્વસ્વ છે 
મોરલી જીવન તારે ઊંબરે ઝૂકી
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે.

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૫

કોઈ તારો હાથ કેમ છોડે? 21.02.2014

Thursday, 19 February 2015

Beauty and Delight...



Beauty and Delight
Walk side by side!
Of each, from Supreme
A fact, not a surprise.

Gamut of kinds,
Areas with define,
Each one confine,
Yet growth systematize.

Abundance, All types
In varied, creative styles
In expanse or precise,
Still emerge like a drive.

So much, so many
Ask for one or any,
Divine bless beings,
'Morli' loves Eternal infinite.

-         Morli Pandya
February 19, 2015

A shiny part evolves 20.02.2014
http://morlipandya.blogspot.in/2014/02/a-shiny-part-evolves.html

Wednesday, 18 February 2015

આજ ન દેખાતું...


આજ ન દેખાતું, કાલે ઊગી નીકળશે.
આશા નહીં વિશ્વાસ છે, ઊત્તમ પ્રગટશે.

ખોવાયેલું વાદળું, કાલે વરસતું આવશે.
માટીમાં છુપાયેલું બીજ, જરૂર ફૂટ લાવશે.

ખરેલી ડાળ, કાલે વસંતની કૂંપળ દેશે.
સૂકાયેલાં વહેણ, જરૂર નહેર બની વહેશે.

ઊતરેલી કાંચણી, નવાં રંગ ને આકાર પહેરશે.
નિસ્તેજ આંખોમાં, જરૂર જિંદગીની ચમક ઊભરાશે.

ભાંખોડીયું બાળ, કાલે ચેતનાની ઊડાન ભરશે.
ધબકતાં મન-હ્રદય, જરૂર નવીન પ્રકાશ ધરશે.

ઊકલતાં સમયમાં, કાલે પ્રભુબીજનાં મંડાણ હશે.
દેખાતાં માનવજન, જરૂર મોરલી દિવ્યબાળ બનશે.

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧૮, ૨૦૧૫
આ ભ્રહ્માંડ તારું, આ વિશ્વ તારું! 19.02.2014

Tuesday, 17 February 2015

He Lord Shiva...



You only abhor gray Supremacy yet
Showering your grace of love and positivity

You only entangle snake vengeance yet
Pouring your state of sweetness and originality

You only behold flux of Ganges yet
Flowing your feel of vehement and empathy

You only enact destroyer solely yet
Flourishing your power to invent newer creativity

You only ‘Morli’ beloved Shivji, always
Grace your world with immense blessing and purity...

-         Morli Pandya
February 17, 2015

Monday, 16 February 2015

હે નટરાજ...



હે નટરાજ, તારું તાંડવ નર્તન!
સત ઢંઢોળતું, ભ્રહ્માંડ મંથન!

મનુષ્યદેહમાં જીવને શિક્ષણ!
નિર્વાણાતીત પથ, પૂર્ણ દર્શક!

પ્રાગટ્ય તવ, અસીમકૃપા મય!
ઓગળે તત પશ્યાત, અંતર વિષ!

'હર' દ્રષ્ટિ પડ્યે, જીવ ઊત્થાન! 
ધારણાશક્તિ કોઠે સ્થાપન!

આત્મે શિવમંત્ર અવિરત ઊચ્ચારણ!
જન્મોજન્મ, મહાદેવ કાર્યકારણ!

સર્જન-વિસર્જન તવ સૃષ્ટિ પ્રવાહ!
પુનઃ વિષ્ણુદર્શન, પ્રારંભે નવસર્જન!

'મોરલી' વંદેવંદે શ્રી શિવશંકર...

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧૭, ૨૦૧૫

For 2014 post ઓ નીલકંઠધારીઆજ મહાશિવરાત્રી!