Thursday, 9 July 2015

સૃષ્ટિની વિધીનું...


સૃષ્ટિની વિધીનું ગતિચક્ર પાકું!
લયમાં લય ભેળવતું ચાલતું,
જોગ-સંજોગનો સુમેળ સાંધતું
વિશ્વાસે ચાલતું સમયચકરડું!

સ્વીકારી લે, ભવસુકાન મૂક તું!
બળવાન બનીને આત્માજોગું,
ઊર્ધ્વે ઊંચેથી ધરામાં પરમવું,
પંખ આધારે ઊડ! મુક્ત થા તું!

પીંખીપીંખીને આ ઝીણું અમથું,
શાને ગોઠવવું ખાલી, અમસ્તું?
છોડ ગગનમાં, એ વહેતું રમતું,
લેશે ભાર, દેશે સાથ સથવારું!

પ્રભુને શરણે નમતું ગમતીલું,
બન પરમબાળ એણે ઝીલેલું,
આત્મ મસ્ત, બેફિકર જીવ તું,
'
મોરલી' રંગેચંગે પાર પાડતું.

- મોરલી પંડ્યા
જુલાઈ ૨૦૧૫


No comments:

Post a Comment