એ અદભૂત સંતુલન!
વિના એકે પ્રયોજન,
સર્વ મહી સમતુલન,
ભીતરથી સંચાલન!
વ્યક્તિ; સામાન્ય જણ!
રક્ષિત, ને નિરીક્ષક!
કર્તા ને અવલોકન,
કર્તવ્યશીલ કરણ!
કોનું છે આ આયોજન?
પરમશક્તિનું સાધન,
નીરવતાનું ગઠબંધન,
ભીનું પ્રભુ તણું સમર્પણ!
મીઠાશભર્યું મનોવલણ,
ઊર્જા દેતું સ્વસ્થપ્રાણભર,
ધન્યતા સમતા કૃપારૂપ
દિવ્યભાવોનું સ્નેહમિલન!
અહો 'મોરલી' સાથી સખા!
પળેકણે જીવાડે શાંતઊજાસ!
શશિ-ભાનુમય અંતઃસ્થાન!
સ્વરૂપ જીવે એ દોરીસંચાર!
- મોરલી પંડ્યા
જુલાઈ ૨૨, ૨૦૧૫
No comments:
Post a Comment