Sunday, 26 July 2015

સંબંધને કોરે મૂકતો...


સંબંધને કોરે મૂકતો, ભૂલે મદમસ્ત જણ
કે બાકી હજી જીતવો, વિજય જિંદગી પર.
પછાડવામાં કોઈકને, હરાવવામાં ક્યાંક,
છૂટે એ નાતો ને જીવન સંગ સગપણ!

વ્યક્તિગત લેવડદેવડમાં વ્યસ્ત જણ,
પતનમાં ઊતરતો ને જીતતો જૂજ ક્ષણ!
બેધ્યાન બને કે હિસાબ ચડે બીજો પણ!
તૂટે એ સારતાર ને જીવન સંગ સગપણ!

પરિસ્થિતી પ્રભાવમાં બસ! ખોવાતો જણ
સત્ય સમજ અગવણીને મૂકે, તોડે પ્રણ.
આત્માચીંધ્યો માર્ગ હતો, જીવનો લક્ષ્ય,
ભટકે એ ધ્યાન ને જીવન સંગ સગપણ!

અઢળક પ્રલોભનોથી અળગું ક્યાં જણ?
છતાં ડૂબીને કોરા નીકળવાને મળી તક,
જીવવાં ભરપૂર એ સત્ય સાથે સમર્પણ,
'મોરલી' દેહ ધરે અમૂલ્ય જીવન સગપણ!

- મોરલી પંડ્યા
જુલાઈ ૨૬, ૨૦૧૫

No comments:

Post a Comment