Saturday, 11 July 2015

ભ્રહ્મદ્વાર એટલે...

ભ્રહ્મદ્વાર એટલે સરનામાની ખાતરી!
પૂર્ણતા માણવાની ઊપલબ્ધ ચાવી!


નિર્વાણ તો અવસ્થા! રહી જ પસારવી
શૂન્યમાં ખોવાઈનેં શું જાણાય પ્રાપ્તિ?


દેહસ્વરૂપ ક્ષમતાથી જ થતી ચકાસણી,
ખરી જાણવા મળે હવે પછી ગતિવિધી!


વધુ ખેડવાની શરૂઆત આપ્રવેશ પછી!
અહીં જ તૃપ્તિ! તો શાને આ શોધ માંડી?


આવાગમન સતત રહેવું હવે અહીંથી,
અહીં જ મળવાની સાચી સમજ શાંતિ!


પ્રભુધામના બની રહેવું આવકાર પછી,
ત્યાંની રીતો અપનાવો પ્રભુબાળ બની.


રહેવાસીને ન ભૂલવાદો, બનો પ્રભુમયી.
એનેય ક્યાં મળવાનો આવાસી-પાડોશી?


માનો ધન્યતા, આ બધું દેહમાં અનુભવી!
'મોરલી', વગર કૃપા આ અહોભાગ ક્યાંથી?


- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૫

No comments:

Post a Comment