નિર્વાણને ક્યાંથી પ્રમાણ?
માનવું, રહેવું'માં રમમાણ,
આતો મનપ્રદેશનો મૂકામ!
બુદ્ધિ હરતો, દેખીતો ખ્યાલ,
શોષે શક્તિ, અસ્તિત્વસાર!
મન બને પ્રમુખ ને પ્રધાન!
ગુણઅવગુણ યોગ્ય જણાય!
સારાંનરસાનું મૂકાવે ધ્યાન!
નબળાં તત્વોનો રહે નિવાસ!
બેભાન સદભાવ સર્વભાવ,
અટવાય જીવન બેલગામ,
વ્યક્તિ જીવે સ્વકેન્દ્રિતભાન!
છૂટે હ્રદયનો તંતૂ તારસાથ!
ઊંણું સમજાય પ્રભુનું સંધાન,
ગૌણ દેખાય કર્તવ્ય ને કામ!
અપમાન બને સમર્પણભાવ,
અવગણાય હ્રદય બળવાન,
ને આત્માસૂર બેસૂર મનાય!
હોય આ ફક્ત તમસ દબાવ,
મનનો સ્વરૂપ પર જડપ્રભાવ,
વ્યક્તિને બનાવવા ગુલામ!
અહં તત્વોનો હઠીલો લગાવ!
શૂન્ય સમજનો ક્ષણિક પડાવ,
સમજાય મોડે અપૂર્ણ બદલાવ!
કે રિક્ત રહે છે હજી દેહ-પ્રાણ!
ઈચ્છાવાસનાને છે હજી સ્થાન
ચેતનાનો હજી બાકી છે વિકાસ!
સત્ય ધારણાશક્તિને હજી વાર,
સ્વરૂપ કેળવણી હજી બાકી પાક,
ખરી મુક્તિ 'મોરલી' પછી કહેવાય.
- મોરલી પંડ્યા
જુલાઈ ૧૨, ૨૦૧૫
|
No comments:
Post a Comment