આત્મા
સિવાયનું સઘળું,
આ જન્મમાં થયેલું એકઠું!
એ સર્વ કંઈ છે અવરોધતું,
આત્મસ્થજીવન લક્ષ્યતણું.
મનપ્રાણદેહમાં વહેંચાયેલું,
અસંખ્ય રૂપો ઘડતરો ભર્યું,
અભીપ્સા વહેણમાં રમતું,
મૂકી નીકળવાનું છે પાંસરુ!
પ્રભુબળમાં છૂટી ઓગળતું,
એ ડીબાંગ ઘટ્ટ ઘન ચોસલું,
હતું બાહ્યજાતનું ફક્તકોચલું,
જે અળગું થતું, આત્મા છેટું!
સમગ્ર અસ્તિત્વ હવે પછીનું
રહેતું ચૈત્ય, સતચેતના ઘડ્યું.
સાચ્ચું સમર્પણ સતત ઘટતું
શુધ્ધ સ્વરૂપ ઊગી નિપજતું!
એ જાણે જ્ઞાનકર્મભક્તિભુક્તિનું
સમન્વ્ય કરી ઊર્ધ્વમાં અર્પવું
જે જીવ-જણ-જીવનને 'મોરલી'
પ્રભુચરણે કર્મે કૃપામાં ઊદ્ધારતું.
- મોરલી પંડ્યા
જુલાઈ ૧૪, ૨૦૧૫
|
No comments:
Post a Comment