આ ઘડીમાં ધબકે, પ્રભુ તારો શ્વાસ! 
 
વિશ્વ સર્જન-સંચાલનમાં મૂકે પ્રાસ! 
  
 
 
પ્રત્યેક પંચતત્વ, તારો આવિષ્કાર! 
 
પરિણમતાં એનેકો, તારો જ પ્રકાર! 
  
 
 
આ સુકૃતિ સૃષ્ટિ, તારો આવિર્ભાવ! 
 
એકએક ઘટક ઘટન, એનો પ્રભાવ! 
  
 
 
આ પ્રકૃતિ વૃત્તિ ભુક્તિ, તારો પ્રતાપ! 
 
દર જીવ જોગો, એ અનન્ય હિસાબ! 
  
 
 
પુષ્ટિ સ્તુતિ સ્મૃતિ થકી તારો સત્કાર! 
 
દરેક વ્યયક્તિક ઊત્ક્રાંતિનો પ્રયાસ! 
  
 
 
ખુલે ગહનાતીગહન, તારાં તાલે દ્વાર! 
 
ડગડગ નવીનતામાં મનુષ્ય ધબકાર! 
  
 
 
પ્રભુ સ્વીકારમાં પામ્યું સુરક્ષિતસ્થાન, 
 
'મોરલી' આ ફેરો બને પ્રભુશ્વાસ-મુકામ! 
  
 
 
- મોરલી પંડ્યા 
જુલાઈ ૧૬, ૨૦૧૫ 
 | 
No comments:
Post a Comment