પોતાનો આગવો બંધબેસતો પક્ષ!
અગત્યનું એમાંના કેટલા મતને
મૂકે વર્તનમાં ને બનાવે ઉદાહરણ?
મંતવ્ય, વિશ્લેષણ, આલેખન અંતે
વિચાર સામ્રાજ્યનું જ પ્રગટીકરણ!
બોલવાં પૂરતું સ્થાન સમીકરણોને
બાકી ભાગતું સ્થિતીથી જે તે જણ!
ખપાવવા રજૂઆત! અલગ વાતને
જીવી જીરવી લેવું એ અમલીકરણ!
વલણ પણ કોસો દૂર એથી એનું ને
અમથું બચવાને યોજેલું આવરણ!
બોલનાર સાંભળનાર બંન્ને જાણે કે
શબ્દવ્યવહાર ને છે ઠાલી ભલામણ!
બહુ જુજ જાણે સ્પંદન, આવર્તન ને
'મોરલી' કરી જાણે વાકનું આચરણ!
- મોરલી પંડ્યા
જુલાઈ ૬, ૨૦૧૫
No comments:
Post a Comment