સમયની ગતિને ક્યાં કિનારો કે લંગાર જોઈએ
એને વધવાને ક્યાં કોઈ ઘડીનો હિસાબ જોઈએ
ટક ટક વધવાં ક્યાં અવાજનાં પારખાં જોઈએ
ખસતાં કાંટાનાં ક્યાં સમાંતર અલગાવ જોઈએ
હાલમડોલમ લોલકનાં ક્યાં લય-તાલ જોઈએ
એમ ગોળગોળ ચાલવા ક્યાં દિશાભાન જોઈએ
બાર આંકનાં ગોઠવણની ક્યાં મરામત જોઈએ
એનાં એજ ચક્કર ફરવાં ક્યાં કરામત જોઈએ
એને બાંધતાં-માપતાં ક્યાં કદ નેઆકાર જોઈએ
પકડવા-સમજવામાં ક્યાં મોટું વિજ્ઞાન જોઈએ
અત્ર મહાલવાં ક્યાં ભૂત-ભાવિની જાત્રા જોઈએ
ખુલ્લાં થઈ જીવવાં ક્યાં ઘડી-માપદંડ જોઈએ
ભાવવિશ્વ માણવાં ક્યાં પરિઘ કે ધાર જોઈએ
પ્રભુગતિમાં 'મોરલી' પછી ક્યાં સમયની વ્યાખ્યા જોઈએ
- મોરલી પંડ્યા
જુલાઈ ૨૯, ૨૦૧૫
No comments:
Post a Comment