Saturday, 18 July 2015

ૐ કાર...


ૐ કાર અવતરે સ્વરૂપ,
કણકણ સ્પંદે રુણ અરૂપ!

તેજકિરણ ભરમય સ્વરૂપ,
ઝગમગ ઝળકે આમૂલ!

ત્રિવિધધ્વનિમય સ્વરૂપ,
ઊચ્ચારણે સર્વ નિર્મૂળ!

શંખ વાંસળી ધૂન સ્વરૂપ,
હર-હરિનાં સહિયારાં સૂર!

માતશક્તિ ઊરે સ્વરૂપ,
અખંડ પ્રચંડ ઊર્ધ્વ-મૂળ!

કર્મભુક્તિ જ્યોતે સ્વરૂપ,
અર્પણ સર્વસ્વ રૂપઅરૂપ!

ૐ ૐ લયબદ્ધ સ્વરૂપ,
પ્રભુનિશ્રા ઠર્યું 'મોરલી' સ્થૂળ!

- મોરલી પંડ્યા
જુલાઈ ૧૮, ૨૦૧૫

No comments:

Post a Comment