આ વિતતી પળો ક્યાંક તો ઊધારાય  છે. 
ધરીને જાણો તો ક્યાંકથી જડે જવાબ છે. 
 
  
 
અર્પણમાં ક્યારેય ક્યાં નડે કે ગૂંચાય છે. 
સર્વ મૂક્યાં પછી આંકડાં થોડાં રમાય છે? 
 
  
 
ગણિત, વિજ્ઞાનના તર્ક મોળાં વર્તાય છે. 
ગમે તે પક્ષે ગણો, ગૌણ જ સમજાય છે. 
 
  
 
પછી સર્વોપરી શક્તિનો હોય પ્રતાપ છે. 
શુધ્ધ ભક્તિમાં ખેંચાતો અંશ પ્રભાવ છે. 
 
  
 
વગરકારણનો ક્યાં ક્રિયાયોગ થાય છે? 
પ્રભુપરિણામનો જ ઊદ્ભવ આરંભાય છે. 
 
  
 
જેટલો જેટલો નિષ્ઠામાં ખુલતો જાય છે. 
શૂન્યમાં ભળી સરવાળો બનતો જાય છે. 
 
  
 
એટલે પ્રભુપોથીમાં પડતો દર હિસાબ છે. 
પ્રભુમય ક્ષણ પછી 'મોરલી' પર્વ જીવાય છે. 
 
  
 
- મોરલી પંડ્યા 
જુલાઈ ૨, ૨૦૧૫ 
 | 
No comments:
Post a Comment