પાપપુણ્યનાં લેખાં જોખાં
જો સુખદુઃખ સાથે લપેટ્યાં,
ભવોભવ અંતહીન ગતિમાં,
જાતેે સમજીબુઝીને વહોર્યાં!
ચક્કરમાં અટવાયાં કરતાં,
એ માન્યતા વગર વધતાં,
જેતે એ,એ અવસર શોધવાં
પુણ્ય રળવાં, ભેગાં કરવાં.
સદબુદ્ધિ, સદભાવ, સતકામ
એ જ જે દિશા બનાવતાં,
બધાંય માન્યાં- ન માન્યાં,
આપમેળે ઊગતાં-ઓગળતાં!
પછી કશું એળે જતું ક્યાં?
સરવાળે બધું વળતું આમ.
ઊર્ધ્વે પધરાવી પરિણામ
આગળ વધવું આપણું કામ.
બધાં હિસાબો આમ થતાં સાફ.
કર્તવ્યકર્મ જ મનુષ્ય ધ્યાન.
ઊઘરાવો આશીર્વાદ શુભભાવ
મસ્ત બની 'મોરલી' સ્થિરશાંત!
- મોરલી પંડ્યા
જુલાઈ ૨૪, ૨૦૧૫
No comments:
Post a Comment