મા-શ્રીની વાત જ કંઈક અલગ!
સંજોગ સાથે આધારને દે ફલક-
ધારણાશક્તિ, સમતા ને સમ્યક,
અહંકાર, વાંધા ઓગાળે સમગ્ર!
કંઈ જે તે ઈચ્છાપૂર્તિ, ન કરે ફક્ત!
તૈયાર કરે આધારને પૂર્ણ સક્ષમ!
ધીરે ધીમે ઊપાડે, વિસ્તારે સ્તર,
પચતો જાય ઊંડે સુધી ચેતનાપટ!
પાછળ દ્રષ્ટિ નાખે કોઈક સમય
સમજાય મોટો, બહોળો, સઘન,
કૂદકો હતો તે લાવ્યો પરિવર્તન!
રહ્યો શાંત શાલીન સરળ નિર્મળ!
છે એવું! જે મા-શ્રી ચેતનાથી પર?
બધું જ સાધ્યું ને મૂક્યું જીવનભર,
મનુષ્યકોટીને ચડતીમાં ચૈતન્ય
ને 'મોરલી' મળે નવદ્વાર એ બસ!
નમન પ્રભુ!
- મોરલી પંડ્યા
જુલાઈ ૭, ૨૦૧૫
🙏👌
ReplyDelete