ભાગ્ય ગણું કે તવ શરણું આવ્યું.
આ ખોળીયું ને જીવતર આવ્યું.
ખોબે ખોળેે છલોછલ આવ્યું.
એક નહીં અનેક રૂપે ભવે આવ્યું.
આ જનમમાં જે જે જેટલું આવ્યું.
અસ્તિત્વ ઊગારવા પૂરતું આવ્યું.
વિવિધ સ્તરે, વેષે, વિષયે આવ્યું.
એક એક અનેરું બહુમૂલ્ય આવ્યું.
બહાર હતું પછી ભીતર ભરતું આવ્યું.
જીવન, સભાન સજાગ બની આવ્યું.
જણ નાનું 'મોરલી', નમન લઈ આવ્યું.
આભાર ભારોભાર હ્રદયથી દેવા આવ્યું.
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬
Significance: Attachment to the Divine

No comments:
Post a Comment