ઝીલું છું ને એ જ છું
ભેદરેખાને પેલે પાર છું.
ક્રિયા છું કે પ્રમાણ છું
એ ચેતનાની લહાણ છું.
હદ પાર ને આરપાર છું.
તફાવતને ઓગાળ છું
અહીં જ છું ને આ જ છું
એ ચેતનાનું ઊઘાડ છું.
સ્થિર છું ને સ્થાયી છું.
આવાગમનને પડકાર છું.
જડેલ છું કે વહેણ છું.
એ ચેતનાનું સમાસ છું.
ગ્રાહ્ય છું ને વાહક છું.
સંગ્રહને થડકાર છું.
શેષ છું 'મોરલી' ને વિશેષ છું
એ ચેતનાનો ફેલાવ છું.
- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬
Significance: Intensity of the Consciousness in the Full Supramental Light
It is radiant and shining in order to illuminate the world.
No comments:
Post a Comment