સત્ય ઊતરતું સત્યપ્રદેશનું,
નર્યું નગ્ન સીધે સીધું...
તરણ તણું શ્વેત પ્રવાહનું,
લય પ્રાસથી વિશેષ ઊજળું...
ગૂઢ ભરપૂર ગુહ્ય સ્તરનું,
છંદ પ્રકારથી વિશેષ સજીલું...
દિવ્ય છલકતું દિવ્ય ગાણું,
રાગ તાલથી વિશેષ સુરીલું...
સત્ય ભેટતું માપ નિષ્ઠનું,
રિક્ત સર્વે પરમે પોઢતું...
પદ્ય કે પદ્યાપદ્ય શું- 'મોરલી',
છે તો એક સીમા જોગું!
ગણી અગત્ય સીમિત ચોકઠું!
ઈષ્ટ તણું દિવ્ય અવગણું?
પ્રભુ...પ્રભુ...
- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬
Flower Name: Dianthus barbatus (Sweet William)
Significance: Detailed Obedience
The obedience to the Divine Will ought to be total.
No comments:
Post a Comment