Thursday, 28 July 2016

બધાં જ ચોકઠાં...


બધાં જ ચોકઠાં સિમીત છે.
એ પરિભાષિત હસ્તી છે
એ અસ્તિત્વ કુંઠિત છે.
એ માનવોપાર્જીત પરિઘ છે.
એ ભૂમિતિમાં જડેલ વૃદ્ધિ છે.
એ ભીંસમાં ઘસાતી બુદ્ધિ છે.
એ ખોખામાં અંકુરિત સૃષ્ટિ છે.
એ માપમાં મપાતી વિધી છે.
એ વેત વગરની જડમતિ છે.
એ પંખહીન, ઓળખ પંખી છે.
એ જમીને લાંગરેલ નાવડી છે.
એ તસુ ન ખસતી ગતિ છે.
એ નરી ભરી વ્યવસ્થારીતિ છે.
એ ગૂંગળાતી સર્જનશક્તિ છે.
એ વેડફાતી ચેતનાશક્તિ છે.
એ ફેલાવ માંગતી 'મોરલી' વિનંતી છે.

- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬

Flower Name: Rhodedendron (Ericaceae Azalea)
Significance: Abundance of Beauty
A beauty that blossoms freely and abundantly.

No comments:

Post a Comment