નથી કોઈ જદ્દોજહેદ
એ અંદર સ્થાયી બેઠું છે,
સ્વરૂપ આખું સત્યસભર
એ સ્તરે જઈ બેઠું છે.
બિંબ બની મધ્યે તરલ
એ જીવંત થઈ બેઠું છે,
નશ્વર ઊઠે ને સ્પર્શ ફકત
એ શૂન્ય કરવા બેઠું છે.
સંનિધિમય સજગ સતત
એ સ્ત્રોત થઈ બેઠું છે,
નીંદર, નિશ્રા કે તરબતર
એ સત્ સક્રિય બેઠું છે.
અહો! આ તમામ જીવનપળ
એ સહ - ભાગે બેઠું છે,
'મોરલી', એકએક સંગે શ્વાસ
એ સજીવ બની બેઠું છે.
- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬
Flower Name: Tradescantia pallida [Setcreasea pallida]
Significance: The Vital Governed by the Presence
The vital force made peaceful and disciplined by the Divine presence.
No comments:
Post a Comment