Wednesday, 6 July 2016

મંતવ્ય નથી એને...


મંતવ્ય નથી એને
દર 'ઘટવું', વિશ્લેષવું નથી એને...

ગંતવ્ય નથી એને
દોડ બનાવી, પહોંચવું નથી એને...

પ્રયત્ન નથી એને
છે જીત ગણવી, હરાવવું નથી એને...

મમત્વ નથી એને
'મારું'માં ખપાવી, અધિકારવું નથી એને...

સામ્રાજ્ય નથી એને
અંકુશમાં દબાવી, રુંધવું નથી એને...

આધિપત્ય નથી એને
સહજમાં ઊતરતું, ઘૂંટવું નથી એને...

પંથપ્રભાવ નથી એને
ક્ષણો પકડીને થોભાવવું નથી એને...

પ્રભુભવ ભાવ સ્થિતી 'મોરલી' ને
દિવ્યકરણ-કથની વિરોધવી નથી એને...

- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬

Flower Name: Lagerstroemia speciosa (Queen's crape myrtle, Pride of India, Pyinma)
Significance: Intimacy with Universal Nature
This intimacy is only possible for those who are vast and without preferences or repulsions.


No comments:

Post a Comment