Wednesday, 20 July 2016

પક્ષ - અપક્ષની પાર...


પક્ષ - અપક્ષની પાર જવું
વિરોધી, નડતર નાહક થવું
ગમતું ચહીતું નું વાહક થવું
કરતાં ભાગનું કરી છૂટી લેવું...

'આ કે તે' ગડમથલમાં પડવું
પસંદગીની હોડમાં તોલવું
નિરર્થક માની ફેંકતા રહેવું
કરતાં જે તે ભૂમિકાનું પૂરું કરવું...

ફેરબદલમાં મચ્યા રહેવું
તર્ક, વિશ્લેષણને મુખ્ય ગણવું
પ્રભાવમાં આવી શૂન્ય બનવું
કરતાં કરવામાં જ 'ખરું' જોવું...

'મોરલી' જે ને 'જે છે' માં જ જોવું
પારકું થોપી છેકતાં રહેવું
પોતાનું કરી વિશેષ ચગાવવું
કરતાં સ્થિર ભાવમાં મૂકતાં જવું...

- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬

Flower Name: Areca catechu (Betel palm, Betel-nut-palm, Areca nut palm, Catechu)
Significance: Steadfast Vitality
The vitality that is based on integral consecration.

No comments:

Post a Comment