Saturday, 16 July 2016

અંતે શ્વેત સ્તંભ...


અંતે શ્વેત સ્તંભ તેં ઊભો કરી દીધો
શીશથી ઠેઠ ઝળહળતો મૂકી દીધો
અવિરત બંન્ને છેડે વહેતો કરી દીધો
મનદ્રશ્ય બદલે જીવંત મૂકી દીધો...

જોઉં, તારાં પગલેથી નીકળી રહ્યો
તારો જ પ્રવાહ ઘાટ બની રહ્યો
આરોહણનો જવાબ નીકળી રહ્યો
તારો જ પ્રકાશ અવતરણ બની રહ્યો...

સ્થિર વહેણો મધ્યે જડી દીધો
નિરર્થકને એનો સ્પર્શ આપી દીધો
ઓગાળી એનો અંત જડી દીધો
ચૈતન્યને સક્રિય વેગ આપી દીધો...

અહો, સતર્ક સંપર્ક સાથ સજી રહ્યો
અહોભાગમાં મૂક સંગાથ દીપી રહ્યો
દેહમાં જ જીવંત 'મોરલી' અંશ સજી રહ્યો
સતત હાજર એ ભીતરે દીપી રહ્યો...

- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬

Flower Name: Sinningia speciosa
(Florists' gloxinia, Gloxinia, Brazilian gloxinia, Violet slipper gloxinia)
Significance: Broadening of the Being
All the parts of the being broaden in order to progress.

No comments:

Post a Comment