Sunday, 24 July 2016

મને શબ્દો આપે...


મારો પ્રભુ મને શબ્દો આપે
તો એને શું કહેવું?

એ કુદતાં, ઊછળતાં આવે
તો એને ક્યાં ચૂંટું?

પલકઝપકમાં રચી આપે
તો એને ક્યાં ગોઠવું?

સહજમાં હ્રદયે ઊગી આવે
તો એને ક્યાં મમળાવું?

દિશા, મુદ્દો, શીખ નવી આપે
તો એને શેને તોલે તપાસું?

ઘડતર, મર્મ, ચોખટું ઘડી આવે
તો એને શાને સુધારું?

સાનિધ્યનો પુરાવો, પોતે આપે
તો કોનાં મંતવ્ય સામે જોખું?

અદકેરો આનંદ, અલભ્ય આવે
પ્રભુ સંગે 'મોરલી' કેમ ન માણું?

- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬

Flower Name: Wisteria sinensis (Chinese wisteria)
Significance: Poetic Ecstasy
Rare and charming is your presence.

No comments:

Post a Comment