નથી કોઈ પેલે પાર હવે
વ્યવહારને બીજે કાંઠે હવે
જે મૂકવું તે મૂકી લો હવે
બસ ઊગે છે અહીં જ હવે...
નથી અસ્તિત્વ ત્યાં હવે
પક્ષ, પાસુ કે પોકાર હવે
જે છે એ અપક્ષ, ન-પક્ષ હવે
બસ રહ્યું જે કંઈ અહીં જ હવે...
નથી કોઈ પ્રક્રિયા ત્યાં હવે
- ક્રિયા, - ભાવ, પ્રતિ - રોધ હવે
જે છે એ આ જ બાજુ હવે
બસ એ જ છે અહીં જ હવે...
નથી કશું સમાંતર હવે
સાથે માંગતુ રહેતું હવે
જે છે એ સ્વ્યંભૂ સહજ હવે
'મોરલી' જે કરવાનું તે જ બસ હવે...
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૬
Significance: Detachment from all that is not the Divine
A single occupation, a single aim, a single joy-the Divine.
No comments:
Post a Comment