Monday, 18 July 2016

ૐ કાર નમો નમ: ...


નાદ બ્રહ્મ તરંગ સભર
ગોચ'અગોચર શ્વર નશ્વર
કણે કણે ૐ ... ૐ 
ૐ કાર નમો નમ: ...

ધ્વનિ પ્રચંડ ઊચ્ચ વમળ
દિવ્ય ચૈતન્ય, શ્રી અકળ
કણે કણે ૐ ... ૐ 
ૐ કાર નમો નમ: ...

અર્ધનારેશ, વિશ્વેશ્વર:
ત્રિમૂર્તી શક્તિ સમષ્ટિ સમગ્ર
કણે કણે ૐ... ૐ 
ૐ કાર નમો નમ: ...

પંચતત્વ આત્મતત્વ
બ્રહ્માંડ, ધરા, વ્યોમ સકળ
કણે કણે ૐ... ૐ 
ૐ કાર નમો નમ: ...

સૃષ્ટિ ભુક્તિ ભક્ષ અભક્ષ
સમસ્ત જીવ સહસ્ત્ર મંડળ
કણે કણે ૐ... ૐ 
ૐ કાર નમો નમ: ...

પરમ ચરણ 'મોરલી' મગન
ક્ષણે ક્ષણે સહસા સહજ
ઈન્દ્રિયો નમે ૐ... ૐ 
ૐ કાર નમો નમ: ...

- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬


Flower Name: Scabiosa atropurpurea (Mournful widow, Sweet scabius, Pincushion flower, Egyptian rose)
Significance: Blessings on the Material World
Puissant and innumerable, they answer all needs.

No comments:

Post a Comment