નાસ્તિકતામાં પ્રભુનાં હોવાની અનુમતિ છે
લડત માંડવી એ બે પક્ષની ઊપસ્થિતિ છે.
છૂપી ક્યાંક ' એ છે તો' ની વિરુધ્ધ મતિ છે.
અસ્વીકારમાં ખૂણે છૂપાયેલી સ્વીકૃતિ છે.
'હું' ની બૂમો માંજ 'તું' ની મનાતી જોડી છે.
જણ છે, તો સામે મણકણની મોજુદગી છે.
'નહીં ઝૂકું' માંજ ઝૂકાવ અંતિમ સ્થિતિ છે.
છૂપું નથી કે આ તારી ફરિયાદની રીતિ છે.
બહિષ્કાર પાછળ વિગતની ગડ કડવી છે
માન્યતામા ધરબાયેલ શ્રધ્ધા જીવતી છે.
થશે એ બંધારણ ધરાશયી સુનિશ્ચિત છે 'મોરલી'.
નક્કી છે નાસ્તિક! તારામાં પણ પ્રભુ તો અસલી છે.
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬
Significance: Abolition of the Ego
One exists only by the Divine and for the Divine.
No comments:
Post a Comment