Monday, 4 July 2016

ઊર્ધ્વે એક શ્વેત વાદળી...


ઊર્ધ્વે એક શ્વેત વાદળી
નિરંતર ધોધ વરસાવતી
ભીંજવી એકેક કણ જાંબલી
ઊજાળે બિંદ બિંદ રંગાવી
... ઊર્ધ્વે એક શ્વેત વાદળી...

પહોંચી ઠેઠ સત્વ સજાવતી
કાળો ભૂખરો લેપ ભૂંસાવતી
શુધ્ધ સરળ ચળકાટ લાવી
પલટે કેન્દ્ર ને વહેળો પ્રવાહી
... ઊર્ધ્વે એક શ્વેત વાદળી...

પરિવર્તે તરંગ ને મન મરજી
મૌજ નહીં પણ ઢોળ નકલી
કામના, વાસના ભાર મૂકાવી
તેજ સંપર્કમાં અસ્તિત્વ જણી
... ઊર્ધ્વે એક શ્વેત વાદળી...

સ્વરૂપ તરબતર ચૈતન્ય સફેદી
સમજ, અમલ ને અર્પણ સહિત
'મોરલી' તંતુ મજબૂત ને દોર પાક્કી
અસ્તિત્વ ભીનું, વરસે વાદળી
... ઊર્ધ્વે એક શ્વેત વાદળી...

- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬

Flower Name: Nymphaea (Water lily)
Significance: Wealth in the Mind of Light
Open to all higher ideas.

No comments:

Post a Comment