વામન માનવ મન,
રે ત્રૃટિ-પુષ્ટ વિશ્લેષક!
તું અતિમનસ ધર સ્તર
તવ લક્ષ્ય ગહન પરમ...
ન અધુરું કે સદા ઊણપ
સક્ષમ તું! ફેલા અનંત
મહીં છૂપું વિસ્તરણ
આભ સમંદર સમ ફલક...
કોશેટે મૂંગી પાંખો પ્રજ્ઞ!
ખુદને પામ સંહારી ખુદ!
કેડી મૂકી વિહરવા ગગન
ચિત્, ચિદાનંદે પલટ...
અગણિત મન ક્ષમતાથી માનવ જ્ઞાત છે પણ,
મનની પેલે પાર કે કહો કે મન વિસ્તૃત વિશાળમાં અમર્યાદ અપૂર્વ દિવ્યતત્ત્વો રહેલાં છે.
જે માનવસ્તરો પર ઊતરી આવવા તૈયાર છે.
જો એ વિસ્તારને ધરવા કોઈ માનવ એનાં મનની ક્ષમતાને આહવાન કરે...
ઓળંગવાને અનુમતિ આપે...
એ પરિસ્થિતિ અને એવી પરિવર્તિત સ્થિતિથી કદાચ બહોળો માનવ સમુદાય અજ્ઞાન છે અને એટલે જ તૈયાર નથી...
ચિત્તને સાંકડા બંધિયાર ખંડેરમાંથી કાઢીને પાંખો ઊગાડવા દેવાની છે જે એને દિવ્યદર્શનને યોગ્ય બનાવે...
જે માર્ગ કંડારાયો છે એ ચૈત્યધારી પણ મનનિવાસી જ છે...
મનને અતિક્રમીને અધિમનસ ને એથી આગળ અતિમનસનાં અસ્તિત્વરૂપી પરિવર્તિત થવું - એ લક્ષધારી ને આધારી બનાવવાનો છે.
મનથી જ મનને એની મર્યાદાઓ બતાવી પડકારતાં શીખવવાનું છે. અત્યાર સુધી જે સમૃદ્ધ મનનાં માપદંડોમાં ગોઠવાયું છે એ હવે પુરાણું ખોખું છે...એમાંથી જ નવસ્તરો સુધી પહોંચવાનું છે...
પછી ચિદાનંદ ચૈત્યસભર...
પ્રભુ...પ્રભુ...
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Abutilon Xhybridum
Chinese lantern, Flowering maple, Parlor maple, Indian mallow
Significance: Mental PromiseChinese lantern, Flowering maple, Parlor maple, Indian mallow
The assurance that the Supramental goal will be realised.
No comments:
Post a Comment