સુખ...
સુખની કક્ષા જાણો.
સાચો મર્મ પામો.
ધરી ને પરિઘ પિછાણો.
સ્વકેન્દ્રિત? હોય શું રાગ સાચો?
ધાર ને માર્ગ ચકાસો.
ધનવૈભવ? હોય શું સ્થાયી સીમાડો?
તરબતર થતાં સંભાળો.
ઈચ્છાપૂર્તિ? હોય શું ક્યાસ પાકો?
હરીફરી ફેરવીતોળી તપાસો.
સારીખોટી વિભક્તિ? હોય શું એ તાળો?
ખુદને ખોદતો પ્રશ્ન મર્માવો.
સ્થાવર જંગમ? હોય શું છેડો કિનારો?
ભીતરનો પામો ખળખળ વહેતો.
એની તોલે? હોય શું કોઈ સુખદ વારસો?
સાચા સુખનો સાચો સ્પર્શ તો એકવાર આત્મસંધાન થઈ જાય પછી જ સમજાય છે.
ત્યાર પછી જ સમજાય છે કે અત્યાર સુધી જેને સુખ માની માણ્યું એ કેટલું ગૌણ હતું કે કદાચ એ સમયે યોગ્ય પણ પગથિયું જ હતું.
સુખનું ગંતવ્ય આત્માનો આવિર્ભાવ આપે છે. એ સુખની માનવીય વ્યાખ્યા અને જોડણીને છેકીને નવેસરથી ભાષા આપે છે.
સુખ ત્યાં ભીતરે ધરબાયેલું છે. હતું તો ઊંડેથી સપાટી સુધી!
પણ અણસભજ, અર્ધસમજ, અન્યસમજ વગેરેનાં પ્રભાવ અને અસરોની ઉપર જમા થતી થપ્પીમાં એ ક્યાંય અંદર સરકી જાય છે. અને એ જ સમજ સપાટી ઉપર જે ઉપર ઉપરની છે ત્યાં જ શોધ કરાવે છે.
વસ્તુ, વ્યક્તિ, વ્યવસ્થા, વર્તાવ અને એવાં તમામ શક્ય સંભવિત છેડાઓમાં સુખ સુખ કરતો ફરે છે.
જે તે છેડે પહોંચ્યાં પછી જણાય છે કે,
"આ નહીં...હજી નહીં...કદાચ બીજું...આ કે પેલું?"
બસ એ જ સફર અને એટલાં જ અવકાશમાં દોડપકડ!
અગત્યનું છે કે આ જ સંસાધનોથી રસ્તો બનાવવો અને અંતરને સ્પર્શવું...
પછી ખુદને મળતું ખુદમાં સુખનું વારસાગત મળેલું સરનામું...
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૭
Flower Name: Ravenia spectabilis
Significance: HAPPINESS
Happy Heart
Smiling, peaceful, wide open, without a shadow!
Significance: HAPPINESS
Happy Heart
Smiling, peaceful, wide open, without a shadow!
An inner happiness abode in all,
A sense of universal harmonies,
A measureless secure eternity
Of truth and beauty and good and joy made one.
CANTO XIV: The World-Soul 291
A sense of universal harmonies,
A measureless secure eternity
Of truth and beauty and good and joy made one.
CANTO XIV: The World-Soul 291
No comments:
Post a Comment