Monday, 23 October 2017

હ્રદયમાં બેઠો ...


હ્રદયમાં બેઠો ભગવાન ભલો
ભલુ સહુનું ત્યાંથી કરતો.

જો સાચ્ચો હ્રદયનો તો જાણે
ભલુ જ કરશે ગમે તેમ વારો.

એ હ્રદયે ઊગ્યો છે તો પાકો
ભલુ જ મૂકશે, વેરઝેર સમાવતો.

કડવો ભલે હતો સ્વાદ, વિત્યો!
કડવાશ ઓગાળશે, એ સૃષ્ટિ ન્યારો.

કંઈક ભવો પછી આ જન્મારો!
અંદરબાહર સ્વચ્છતામાં ન ગાળવો? 

હ્રદયથી જીવવાનો લ્હાવો 
જીવને મહામૂલો છે આપ્યો.

તન મન બુદ્ધિથી સર્વશ્રેષ્ઠ કર્મો
મૂકતાં મૂકતાં ભગવાનને ઊજાળો.

એ છે એક, અનન્ય, અનંતતો!
સર્વ હ્રદયે સમત્વી એકસરખો!


શ્રાપ અને પાપનાં સમયકાળથી પૃથ્વી હવે આગળ નીકળી છે. વૃદ્ધિ પામી છે.

પૃથ્વી આધારી તત્ત્વો પણ વિકસીત થયાં છે અને એને આધારે સાવ સામાન્ય મનોપ્રાણિક સંતુષ્ટિ માટે ઉપયોગમાં લેવાતાં આવાં વિધી વિધાનો કે જે આધ્યાત્મિક અહંની ફળશ્રુતિરૂપ છે એની અસરકારકતા પણ લુપ્ત થઈ છે.

જરૂર...એ જ સેવા આપતાં અને એને વશમાં રાખતા કે એનાં વશમાં રહેવાનું પસંદ કરતાં પણ નિવાસીઓ હશે.

છતાં દ્રઢપણે એવાં પ્રભાવોની તીવ્રતા અને સીમા ખૂબ ઘટીને છીછરા રહ્યાં છે.

જ્યાં સર્વાંગી  ઉત્ક્રાંતિશીલ વિકાસની રાહ પકડવામાં આવે અને સમગ્ર પ્રકૃતિદત્ત પરિવર્તનનાં અમલીકરણને પ્રાધાન્ય અને વ્યવહાર હોય ત્યાં ક્યાં કોઈ અવકાશ રહે. છિદ્ર સુધ્ધાં જ્યાં સમર્પિત છે ત્યાં પ્રવેશ પણ તો દિવ્યને જ છે ને!


ને સાથે પરમપ્રમુ રખવાળો...

અંતઃકરણથી ધન્ય ધન્ય આ પૃથ્વી કિનારો!

જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
ઓક્ટોબર, ૨૦૧

Flower Name: Impatiens balsamina
Garden balsam, Rose balsam
Significance: Generosity
Gives and gives itself without bargaining
Psychic Generosity: Gives for the joy of giving.
Psycho-Physical Generosity: Generosity of thought and act.
Generosity in the Physical: Loves abundance and loves to give it.
Manifold Generosity: All in nature is spontaneously generous

GENEROSITY
I was holding one of these flowers [Integral generosity] in my hand when I saw Z, and I explained to him what I meant by it. The effect of the ego, I told him, is to shrivel the being. This is the cause of aging, it shrivels you up like a fading flower, it dries you up.I know that at one point I was talking about the difference between the two states, between the person, the individual personal being, turning towards the Lord, imploring Him to reveal His Will, and then this experience of becoming - by extending oneself, by opening, enlarging, merging into the creation — of becoming the Lord's Will, the Supreme Will. TM

No comments:

Post a Comment