Sunday, 15 October 2017

પદ્મ થકી પદ્મની ઓળખ પદ્મનાભ ...


અરવિંદ બની અરવિંદ થકી વારસો મૂક્યો જે
પદ્મ થકી પદ્મની ઓળખ પદ્મનાભ, તેં દીધી જે! 

ચક્રો અતિક્રમી ભવચક્કરો ભૂંસાવતી વિધિ જે
સમવિષ્ટ આત્મપુષ્પને ચૈત્ય ખીલવણી આપી જે!

દર કોષને અણુકોષ થકી ઊત્કાંતક રોપણી મૂકી જે
મનો-પ્રાણ-શરીર તત્ત્વોને ઉદ્દાત લ્હાણી વહેંચી જે!

ગીતાજીથી સાવિત્રીની ગૂઢ ગુહ્યતા છાપી જે
સમતા થી સમત્વ, આરોહણથી અવતરણ દઈ જે!

આધ્યાત્મને ત્યાગ-વૈરાગ્યથી વિખૂટું પાડી જે
વણથંભી, સંસાર મધ્યે બહ્મપ્રાપ્તિ આપી જે!

આભારી આ જીવ, આત્માને ને ચૈત્યપુરૂષ જીવીત જે
ભવોભવની ભેખ ઊતારી શ્રી કૃષ્ણ મોરલી બનાવી જે...

 જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
ઓક્ટોબર, ૨૦૧

Flower Name: Torenia fournieri 'Alba'
Wishbone flower, Bluewings
Significance: Krishna’s Integral Play
All the parts of the being respond to His influence.

No comments:

Post a Comment