Thursday, 19 October 2017

કારતકી એકમે ... આ સાલ મુબારક...


કારતકી એકમે નવીન વર્ષ આરંભ
શુભ હો, મંગળ હો આ સાલ મુબારક...

સદીઓથી સંવત લાવે નવસંવત
નવ ઊર્જામય હો આ સાલ મુબારક...

બ્રહ્માંડ મધ્યે છૂપો થવા ઊજાગર
નવ આવિર્ભાવ! આ સાલ મુબારક...

સંકુચિત કેન્દ્રિત ચણતરને પડકારક
નવ વાહક-વાહન હો આ સાલ મુબારક...

ઓગળે ક્ષિતિજ ઘડતર સીમિત બાધક
નવ આયામ હો આ સાલ મુબારક...

સમુદાય સમુચય સંવાદિત પ્રવર્તક 
નવ સમાસમય હો આ સાલ મુબારક...

દિવ્યત્વ-મનુયત્ન એકમેક અવલંબન
નવ ઊપાસક હો આ સાલ મુબારક...


ગત વર્ષોનાં નૂતનવર્ષાભિનંદનમાંથી ...

ઉદય દેશે, ઝળહળ ઉગશે,
ભાવિ ઊજ્જવળ વેષે,
સૂર્યકિરણ ને સૂર્ય તેજને
માનવી એકેએક ધરશે...

ચૈત્ય મુકુટ ચિત્ત માથે,
દિવ્યહાજરી ઊર મધ્યે,
અસ્તિત્વ સમગ્ર પ્રકાશશે,
આત્મજ્યોતને રસ્તે...

જ્યાતિર્મયી ઊદર દેશે,
પ્રકાશ પુંજ જનમશે,
સૂર્યજાત 'મોરલી' માનવમયી,
પૃથ્વીને ભેટ મળશે...

આજ,
વિક્રમસંવત ૨૦૭૩,
કારતક સુદ એકમ,
એટલે ગુજરાતી બેસતું વર્ષ...

નવાં વર્ષની શરૂઆતે, ઊગતા ભવિષ્યને આવકાર...
પશુ-પ્રકૃતિમાંથી નીકળી પ્રભુસર્જને માનવ-પ્રકૃતિમાં પ્રગતિ મૂકી...  વૃત્તિપ્રવૃતિમાંથી મન દોરવણીમાં માનવજાતની ગતિવિધી આવી...

મનુષ્યે માની લીધી,  અધવચની વ્યવસ્થાને સ્થાયી...
એ પણ તો મનની જ દોરવણી!

પણ ઊત્ક્રાંતિની સફર ક્યાં અટકી?  પ્રભુનો માનવ અને એનું નિર્માણ તો એણે સત્યસ્વરૂપ તરીકે ઘડ્યું હતું. સતવીરોની ભૂમિ એ પ્રભુની પ્રકૃતિ હતી.

હજી એક મકામ બાકી...
નવો આયામ, દિવ્યતાનો માનવ આધાર...

પછી,
પ્રભુ જ પ્રભુ...
સર્જન એ જ સર્જક...
સ્ત્રોત એ જ ધારક...
ગ્રાહ્ય એ જ ગ્રાહક...

સૂર્ય કાંતિમાં ઊપજતો માનવ,
આંતર સૂર્ય શક્તિને આધારે પોતે જ પ્રકાશ થઈ પ્રકાશમાં ભળતો...

પછી ક્યાં કોઈ,
પરિઘ કે સીમા...
વર્તુળ કે પડાવ...
સ્તર કે સ્થાન...

દિવ્યમાનવતા અને માનવદિવ્યતા બંને અરસપરસ અને અન્યોન્ય...
સાથોસાથ અને સાંગોપાંગ...
કોઈ છેડો કે અંત નહીં પણ બંને એકબીજામાં ભળી જાય...
વહેતું વહેણ જાણે...

પૃથ્વીજીવન અને સત્ય, શાંતિ, સૌંદર્ય, આનંદ, પ્રકાશ સભર દિવ્ય ચેતના વચ્ચે પસંદગી નહીં પણ બંને સહીયારું શક્ય... 

વ્યક્તિએ વ્યક્તિએ હાથવગું... જીવાતું...
સાતત્ય ભરેલું...
અંદર, બહાર... સૂર્ય...સૂર્ય... 

"ઊગતો, બસ! ઊગતો, ન આથમતો આ સૂર્ય!
પ્રકાશથી ઊર્ધ્વપ્રકાશનો પથ દર્શક આ સૂર્ય!"
*મે ૯, ૨૦૧૪


સમસ્તમાં ઊછરતું અસ્તિત્વ અને
અસ્તિત્વમાં જીવતું સમસ્ત...

સાલ મુબારક...
* ઓક્ટોબર, ૨૦૧૬


નવી સંવત, લાવી રંગત!
નવી હવા ભરી પળપળ...

નવી નવેસર, એ જ સંગત!
માણો ફરી, આવી પળપળ...

નવી દિશા, એ જ ધગશ!
ખોલો ધરી, ફરી પળપળ...

નવી હકીકત, એ જ સ્વપન!
ખૂંદી વળો, દર પળપળ...

નવી અગન, એ જ તડપ!
સર્જો વિશેષ બસ! પળપળ...

નવી આભા, એ જ જીગર!
ખોલો ચિન્મય ખૂંપી પળપળ...

નવી ચેતના, એ જ ભીતર!
પ્રકાશો 'મોરલી' મળી પળપળ...
* નવેમ્બર, ૨૦૧૫



સર્વે જીવન, આમ જ ખુશી ખુશી વીતે…
જીવાતી પળ પળ, આનંદમય વીતે…

સર્વે જીવન, સમૃદ્ધ સુગંધિત વીતે…
ઉત્સાહભર, ક્ષણોમાં જીવંત વીતે…

સર્વે જીવન, સમૂહમાં ઊજવાતું વીતે…
ઉલ્લાસ, ઉત્સવનાં, સથવારે વીતે…

સર્વે જીવન, સાચુકલાં હાસ્યમાં વીતે…
પર્વ, હરઘડી હ્રદયનો, છલકાતો વીતે…

સર્વે જીવન, ખુલતી શક્યતામાં વીતે…
વીતી પળ શુભ મંગળ-નાં સંતોષમાં વીતે…

સર્વે જીવન અવસર, પવિત્ર વીતે…
‘મોરલી’ દિન એક એક, સપરમો વીતે…
 * ઓક્ટોબર ૨૯, ૨૦૧૪



નૂતનવર્ષાભિનંદન!

વિક્રમસંવત ૨૦૭૪...

નવ પરોઢે તાજી તાજી સંવેદના...
મનુષ્યજીવનને પર્વ પ્રસંગોથી ભરતી આ વ્યવસ્થાને સલામ!

આંતર-બાહ્ય ઉર્જાને સુવિદિત અને યોજનામાં મૂકતી આ ગોઠવણ જીવનને નવીન ઊત્સાહ, ઊજવણીમાં રત કરે છે ને મનુષ્ય પાછો નાનાં મોટાં આશબિંદુઓને તરણું બનાવી તરે ને જીવનને સમયોમાંથી તારે છે.

જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
ઓક્ટોબર, ૨૦૧



Flower Name: Hibiscus rosa-sinensis
Significance:
New Creation: Strong, lasting and fragrant, it rises straight towards the sky.
Perfect New Creation: Clustered, manifold and complete, it asserts its right to be.
Beauty of the New Creation (Beauty of Auroville)
The new creation strives to better manifest the Divine.
Blossoming of the New Creation (Blossoming of Auroville): The more we concentrate on the goal, the more it blossoms forth and becomes precise.
Charm of the New Creation (Charm of Auroville): The New Creation is attractive to all those who want to progress.
Concentration of the New Creation (Concentration of Auroville): Concentration on a precise goal is helpful to development.
Firmness of the New Creation (Firmness of Auroville): The new creation wants to be steadfast in its manifestation.
Ideal of the New Creation (Ideal of Auroville): The ideal should be progressive so that it can be realised in the future.
Manifold Power of the New Creation (Manifold power of Auroville): The new creation will be rich in possibilities.
Progress of the New Creation (Progress of Auroville): Each must find the activity favourable to his progress.
Realisation of the New Creation (Realisation of Auroville): It is for this that we must prepare.
Usefulness of the New creation (Usefulness of Auroville): A creation which aims at teaching men to surpass themselves

NEW CREATION
There are people who love adventure. It is these I call, and I tell them this: "I invite you to the great adventure."
It is not a question of repeating spiritually what others have done before us, for our adventure begins beyond that. It is a question of a new creation, entirely new, with all the unforeseen events, the risks, the hazards it entails — a real adventure whose goal is certain victory, but whose road is unknown and must be traced out step by step in the unexplored. Something that has never been in this present universe and that will never again be in the same way. If that interests you . . . well, let us embark. What will happen to you tomorrow, I don't know. TM

The only creation for which there is any place here is the supramental, the bringing of the divine Truth down on the earth, not only into the mind and vital but into the body and into Matter. . . . We are here to do what the Divine wills and to create a world in which the Divine Will can manifest its truth no longer deformed by human ignorance or perverted and mistranslated by vital desire. The work which the sadhak of the supramental yoga has to do is not his own work for which he can lay down his own conditions, but the work of the Divine which he has to do according to the conditions laid down by the Divine. Our yoga is not for our own sake but for the sake of the Divine. SA

For centuries and centuries humanity has waited for this time. It has come. But it is difficult. I don't simply tell you we are here upon earth to rest and enjoy ourselves — now is not the time for that. We are here ... to prepare the way for the new creation.
You must strive, you must conquer all your weaknesses and limitations; above all you must tell your ego: "Your time is over." We want a race that has no ego, that has in place of the ego the Divine Consciousness. That is what we want: the Divine Consciousness which will enable the race to develop itself and the supramental being to take birth. TM


No comments:

Post a Comment