સમયે સમય તું
ઊકલતી સમય-સળ તું
સંકેલાઈને શ્વસતી તું
કઈ પળની હવે રાહ તાકુ?
સ્થળે સ્થળે સ્થિત તું
અહીં, ત્યાં, દ્રશ્ય, દ્રષ્ટા તું
સ્થિર ચલિત આકાર તું
કયા પ્રદેશની રાહ પકડું?
સવારથી અસવાર તું
અંતરે મંથને અમલે તું
સમાધાન ને પ્રમાણ તું
શાને હવે, શું શોધવું?
જે કંઈ છે એ એનાં હોવાનું પ્રમાણ છે.
એ સર્વ કંઈ એનાં થકી છે.
ક્યાં કંઈ શોધવાનું રહે જ છે?
જે કંઈ હશે એ એનાં સમયે આવી મળવાનું જ છે.
કોઈ અદલાબદલી કે સમય સાથે વધગટ થવાની નથી.
જ્યાં જે કંઈ જ્યારે જે રીતે થવાનું છે એ જ થઈ રહેશે તો શાને મથામણ?
આ સ્તરનો અને સંદર્ભનો સ્વીકાર જ ઉપાય છે. એ જીવનશૈલીમાં જ શાંતિ અને યોગ્ય સમાધાન છે.
હરિ ॐ...
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૭
Flower Name: Calophyllum inophyllum
Alexandrian laurel, Indian laurel, Laurelwood
Alexandrian laurel, Indian laurel, Laurelwood
Significance: Peace in the Physical
To want what God wants is the best condition for it.
To want what God wants is the best condition for it.
PEACE
Peace was the very first thing that the yogis and seekers of old asked for and it was a quiet and silent mind - and that always brings peace -that they declared to be the best condition for realising the Divine.
Peace is a deep quietude where no disturbance can come- a quietude with a sense of established security and release.
Peace is a calm deepened into something that is very positive amounting almost to a tranquil waveless Ananda. SA
No comments:
Post a Comment