Tuesday, 17 October 2017

... એ જૂની આદતથી તારો ...


આધ્યાત્મને એ જૂની આદતથી તારો
તપ વૈરાગ્ય ત્યાગ તખ્તને ત્યજાવો...

મથામણ, દાબ, પરેજી, અંકુશ લાધતો
એ નિમ્ન મન, પ્રાણ, તન તણો કાચો...

વિચાર અવેજી મૌન પાળતો પંપાળતો
ભીતરે ઘોંઘાટ ને શોરબકોર મહીં છૂપાતો!

દંભ ભર્યો ધર્મ રિવાજનો ઓઢી આંચળો
ઈચ્છા મહાત્વાકાંક્ષાને દેતો જે જન્મારો!

તન ઓજસને કદરૂપી અ-કાંતિ દેતો
સંવનન વિનિમય થકી ઊણો પછાડતો...

ખરવા દો એ માનસિક પૌરાણિક ભારો
ધરો નવીન દિશાદશામય યોગ વારસો.

કર્તવ્ય નિષ્કામ, એકાગ્ર, નિષ્ઠા આગવો
અર્પણ સમર્પણનો ધરે વારો, સથવારો.

જીવજીવન સન્માન સંગ દિવ્યતા બક્ષતો
પૂર્ણયોગ - અત્ર, ભાવિ સજાવતો, માનવીય ને નોખો.


ઉત્ક્રાંતિનાં વહેળામાં ક્યાં કશુંયે અવસ્પર્શ્ય છે!
આધ્યાત્મની  આધ્યાત્મિકતા એ પણ વિસ્તાર લીધો છે. 

જે મૂકાયું છે એને દોહરાવી રટ્યાં કરતાં એમાંથી નવું શું ઊજાળવાનું રહ્યું છે એના ઉપર મંડાણ છે. 

મન સામ્રાજ્યની આંટીઘુંટીથી મહાત થયા વગર કે એની આભાસી દુનિયાથી અંજાયા વગર એને અતિક્રમી જઈ નવા આયામો સ્થાપિત કરવાની તરસ ધરવાની છે.

ઠાલાં બાહ્ય આચરણો કે જે અંદર ખદબદતા છે, દંભથી ઢાક્યાં છે એમાંથી સાચ્ચા આત્મા મઢ્યાં શુદ્ધ, સરળ, સુગંધિત જીવન જીવતરથી ભવને ભાથું બનાવવાનું છે. ધરબાયેલી દિવ્ય સરવાણીને ધોધ અવતરતી કરવાની છે. એની શ્વેત સોનેરી તેજધારને ધારણ કરતાં આધારમાં પરિવર્તિત થવાનું છે.

એ છે આજ અને આવતીકાલનો માનવ અને એનો આધ્યાત્મ યોગ...


જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
ઓક્ટોબર, ૨૦૧

Flower Name: Leontopodium alpinum
Edelweiss
Significance: Spiritual Beauty
Immaculate whiteness, sweetness and purity, you seem to come from another world.

SPIRITUAL
If mankind could but see though in a glimpse of fleeting experience what infinite enjoyments, what perfect forces, what luminous reaches of spontaneous knowledge, what wide calms of our being lie waiting for us in the tracts which our animal evolution has not yet conquered, they would leave all and never rest till they had gained these treasures. But the way is narrow, the doors are hard to force, and fear, distrust and scepticism are there, sentinels of Nature, to forbid the turning away of our feet from her ordinary pastures.

Spirituality can only come by opening of the mind, vital and physical to the inmost soul, to the higher Self, to the Divine, and their subordination to the spiritual forces and instrumentation as channels of the inner Light, the higher Knowledge and Power.
All perfection of which the outer man is capable, is only a realising of the eternal perfection of the Spirit within him. We know the Divine and become the Divine, because we are That already in our secret nature.

The spiritual man is one who has discovered his soul: he has found his self and lives in that, is conscious of it, has the joy of it; he needs nothing external for his completeness of existence.

Spirituality is in its essence an awakening to the inner reality of our being, to a spirit, self, soul which is other than our mind, life and body, an inner aspiration to know, to feel, to be that, to enter into contact with the greater Reality beyond and pervading the universe which inhabits also our own being, to be in communion with It and union with It, and a turning, a conversion, a transformation of our whole being as a result of the aspiration, the contact, the union, a growth or waking into a new becoming or new being, a new self, a new nature. SA

No comments:

Post a Comment