તાપ, ત્યાગ કે તપસ્યા વિહીન
અહોભાગ્ય સમભાવ પૂર્ણ સ્થિત...
વિચાર, પ્રચાર, કર્મકાંડ વિપરીત
ક્ષણક્ષણ સમર્પિત, આધાર રિક્ત...
કષ્ટ, પીડા, પીડન, સ્વદાબ નિષિધ
ક્ષણક્ષણ ગ્રાહ્ય, સ્થાન ગ્રહણશીલ...
શક્તિ સિદ્ધિ શુદ્ધિ ભુક્તિ સંમિલિત
ક્ષણક્ષણ સેતુ, યદ્યપિ વર્જિત...
પ્રેમ, શાંતિ, જ્ઞાન, નીરવ પ્રકાશિત
દિવ્ય આવિર્ભાવ લક્ષ આનુવાંશિક...
પૂર્ણયોગ પૂર્ણતઃ પૂર્ણિમ
નિઃશેષ સમર્પણ ને સંપૂર્ણ શ્રદ્ધા સ્થિત...
પૂર્ણયોગ પૂર્ણતઃ પૂર્ણિમ
નિઃશેષ સમર્પણ ને સંપૂર્ણ શ્રદ્ધા સ્થિત...
પૂર્ણયોગ એટલે પૂર્ણત: પૂર્ણતાની સાધ...
ન કોઈ પાંખ કે શાખનો વિકાસ પણ સંપૂર્ણ અસ્તિત્વનું યોગદાન અને નિઃશેષ પરિવર્તન...
સર્વ શક્ય સર્જનશીલ શક્તિ અને સિદ્ધિ સંભવિત પણ સેતુરૂપ...સ્થાયી ખરી પણ લક્ષ નહીં.
વ્યક્તિ સ્વરૂપધારી અને સાથે સાથે વિકાસદાયી...
જન્મોનાં વારસામાં ઊતરતો ઉદ્દેશ અને જન્મદત્ત, દર જન્મે જન્મે પ્રગતિ ...
વિચારધારા કે ક્રિયા સીમિત કે મર્યાદિત નહીં પણ સર્વે સમાવિષ્ટ છતાં સમાંતરે ગતિશીલ અને સમર્પિત...
વિચારધારા કે ક્રિયા સીમિત કે મર્યાદિત નહીં પણ સર્વે સમાવિષ્ટ છતાં સમાંતરે ગતિશીલ અને સમર્પિત...
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Catharanthus roseus
Madagascar periwinkle, Old maid, Cayenne jasmine, Rose periwinkle
Significance: Integral ProgressMadagascar periwinkle, Old maid, Cayenne jasmine, Rose periwinkle
Can only be satisfied by integrality. The best way to go fast.
No comments:
Post a Comment