Monday, 10 December 2018

ઓળખમાં ફક્ત ...


હોય વ્યક્તિત્વે અંતરંગ
ઓળખ, સહયોગ, ગઠન
થકી ભાવ વિચાર કે ચિત્રણ
સમજવું જરૂરી એ સગપણ.

શરૂઆતે મૂકવું ગણી અર્પણ 
વિમુક્ત વિમુખ થવું અગત્ય 
દર જોડાણથી અસંગી અસંગત 
સમર્પણ જ એક ઉત્તમ ઉપક્રમ. 

સંધાન પછી અવળું ગણતર.
ઇરાદા ઉચ્ચાર વ્યવહાર સમર્થન 
સંગઠિત કરવાં બની શોધક
રિક્તતામાં મૂકો પ્રભુ સમર્થક.

પૂર્વે અને પશ્યાત, સર્વકંઈ એમજ
ખાલી કરો ભરવાં દિવ્ય અમરત 
ઓળખમાં ફક્ત પ્રભુ પરમત્વ
એ જ સંગત એક જ અનન્ય પ્રવર્તક.

પ્રણામ પ્રભુ!


હું ... મારાં ... મને ... 
સાથે કઈ કઈ વ્યક્તિ, વસ્તુ, વાતને જોડવામાં આવે છે,
કેવો શેમાં સંદર્ભ મૂકાય છે,
સમાયોજનમાં જોવાય છે,
કશુંક અનુરૂપ અનુકૂળ જણાય છે...
એવાં દરેકે દરેક ઓળખાણ બનતાં પાસાં વ્યક્તિત્વ ઘડતરનો હિસ્સો બનતાં હોય છે.

બહુ જ ગર્વ અને સંભાળથી સચવાતાં હોય છે. જતન થતું હોય છે... વારે વારે અને વારે તહેવારે એનું પુનરાવર્તન કરી દ્રઢ બનાવવામાં આવતાં હોય છે. 

અધ્યાત્મ અભ્યાસમાં અમુક સ્તર પછી આ જ ઓળખાણો બનેલાં જોડાણોને મૂકી દેવાનાં હોય છે... લગભગ ખરી પડતાં હોય છે. એ કહેવાતાં મથાળાં વગરની, વ્યક્તિત્વથી વ્યક્તિ બનતી સજ્જાને ખેરવી નાંખવાની આવે છે. 

અત્યારે સુધી સભાનતાનો મુદ્દો હતો એ અચાનક ભારે લાગવા લાગે છે. એ કોચલામાંથી નીકળવાની તાલાવેલી અનુભવાય છે.

અને નીકળાય પણ છે.


પણ,
એ દર રિક્તસ્થાનોમાં પછી પ્રભુની છબી જોવાની રહે છે ... 
ક્યાંક અનાયાસે એમ બની જાય છે તો ક્યાંક પ્રયત્ન મૂકીને એમ બને છે....
જેવી જેની તૈયારીઓ અને સામે કૃપાની પ્રસાદી.

બધું એમ જ ચાલતું રહે છે, અનાયાસે ...
અભ્યાસ પણ...

જય પ્રભુ!

ડિસેમ્બર, ૨૦૧૮

There is only one salvation: to cling to the Divine like this (gesture with two fists). Not to cling to what one thinks of the Divine, not even to what one feels of the Divine ... to an aspiration, an aspiration as sincere as possible. And to cling to that.

When a resolution has been taken, when you decided that the whole of your life shall be given to the Divine, you have still at every moment to remember it and carry it out in all details of your existence. You must feel at every step that you belong to the Divine; you must have the constant experience that, in whatever you think or do, it is always the Divine Consciousness that is acting through you. You have no longer anything that you can own; you feel everything that is coming from the Divine, and you have to offer it back to its source. TM




Flower Name: Belamcanda chinensis
Blackberry lily, Leopard lily
Significance: Attachment to the Divine

No comments:

Post a Comment