સમયનાં વહેળાંમાં ઘટી ગયું
પતી ગયું, સૂકું થઇને ખરી ગયું
જૂનું પૂરાણું એનું જીવી ગયું ...
સમયની સમજમાં રમી ગયું
નવાં સોગટા રમવા ગોઠવી ગયું
એ રમતમાં જે તે જીવી ગયું ...
સમયની માંગમાં ઉપસી ગયું
ધરબાઈને વધતું, તે વીતી ગયું
વૃદ્ધિમાં શુદ્ધિ થઈ જીવી ગયું ...
સમયનાં સથવારે સરી ગયું
અણગમતુંને ગમતું કરી ગયું
અભાવમાં ભાવ થવા જીવી ગયું ...
સમયનું શાણપણ ઘણું કહી ગયું
જીવતાં જીવતાં બોલતું ગયું
જીવતાંને, જીવવું શીખવી ગયું ...
હતું જે, તે સમયમાં વહી ગયું
સમૃદ્ધ સક્ષમ ઉડાન સ્થાપી ગયું
નવી પાંખ ને નવું ગગન મૂકી ગયું...
પ્રભુ પ્રણામ...
કંઈક હોય જ છે ઘટતા સમયની ગતિવિધિમાં...
કંઈક મૂકી જતું હોય છે વિકાસની વૃદ્ધિમાં...
નવીન રચના, કાર્યાદેશ, ક્ષમતા...ઘણું કંઈક અંદરખાને પ્રવેશવા દેવામાં આવે છે અલબત્ એ સમયે એટલી સભાનતા નથી અપાતી.
ધીરે ધીરે સમયની ગતિમાં પરતો ખુલતી જાય ને સાથે સાથે જરૂરી પરિણામો આંતરવલણની મક્કમતામાં પરિણમતા થાય ત્યારે ગતસમયની કરામત પૂરેપૂરી સમજાય.
ખરી શરૂઆત ત્યારે થાય જ્યારે,
'એ સમય હતો
અને હવે વિગત છે
અને હવે પુનરાવર્તન વિહીન છે
અને નવીન નવા વેષે પ્રવેશી ગયો છે'
- ની ઠસોઠસ ધરપતથી ભરાઈ જવાયું હોય.
કહેણ, દ્રષ્ટિ અને સંદેશાઓ એ સતત સમજ મોકલતાં રહે છે પણ એને જરૂરી પ્રતિસાદ, મળતાં મળતાં મળે છે,
ધીરે ધીરે જ તો માણસથી ખુલાય છે...
સમય દ્વારા પ્રભુકૃપા ઘણું આપી, વિકસાવી જાય છે.
એટલે જ,
સમયનાં પ્રશ્નમાં સમયને જ જવાબ બનાવે...
પ્રભુ પરમપ્રધાન!
ડિસેમ્બર, ૨૦૧૮
Our object, then, in studying the Gita will not be a scholastic or academic scrutiny of its thought, nor to place its philosophy in the history of metaphysical speculation, nor shall we deal with it in the manner of the analytical dialectician. We approach it for help and light and our aim must be to distinguish its essential and living message, that in it on which humanity has to seize for its perfection and its highest spiritual welfare.
* Essays on The Gita
When you come to the Yoga, you must be ready to have all your mental buildings and all your vital scaffoldings shattered to pieces. You will have to forget your past self and its clingings altogether, to pluck it out of your consciousness and be born anew, free from every kind of bondage. Think not of what you were, but of what you aspire to be; be altogether in what you want to realise. Turn from your dead past and look straight towards the future. TM
Flower Name:Gaillardia pulchella
Indian blanket, Blanket flower, Fire-wheels
Significance: Successful FutureIndian blanket, Blanket flower, Fire-wheels
Full of promise and joyful surprises.
No comments:
Post a Comment