Saturday, 15 December 2018

સર્વત્રે દેખું ઝળહળા ...


માત્ર, તારી જ હાજરી કાયમી
સર્વત્રે દેખું ઝળહળા નિરાળી.
તું જ સર્વોપરી સર્વાધ્યક્ષી...

દર જોડાણ તું જ, તુજ આધારી 
સર્વત્રે ગ્રસી રહે પ્રભાવકારી
તું જ સર્વોચ્ચ સર્વસંધાની...

દર રુપ તું જ, તુજ સ્વરુપધારી
સર્વત્રે શ્વસે વસે સમ સમાન્તરી
તું જ સર્વોત્કૃષ્ટ સર્વકારી...

દર દ્રશ્ય અદ્રશ્ય તું, તુજ દાર્શનિક
સર્વત્રે વૈવિધ્ય વિવિધલક્શી 
તું જ સર્વોન્નમુખ સર્વવ્યાપી...

અહો! આ દર્શન, ભાવ, ભાગ ભાગ્યી
સર્વત્રે સર્વદા સમાન સાધી
તું જ સર્વેસર્વા સર્વધનાઢ્યી...

પ્રણામ મા...વંદન!

ડિસેમ્બર, ૨૦૧૮



It is intended by the word Presence to indicate the sense and perception of the Divine as a Being, felt as present in one's existence and consciousness or in relation with it, without the necessity of any further qualification or description. Thus, of the "ineffable Presence" it can only be said that it is there and nothing more can or need be said about it, although at the same time one knows that all is there, personality and impersonality, Power and Light and Ananda and everything else, and that all these flow from that indescribable Presence.
That is always the fundamental significance, — the essential perception of the essential Presence supporting everything else. SA

It is the Divine Presence that gives value to life. This Presence is the source of all peace, all joy, all security. TM



Flower Name: Tradescantia pallida Setcreasea pallida
Significance: The Vital Governed by the Presence
The vital force made peaceful and disciplined by the Divine presence.

No comments:

Post a Comment