લે પ્રભુ, આ દેહમાં તું જ છો,
માણસ થઈ હવે, જીવી તો જો!
દિવ્યત્વનો ઉકેલ્યો વહેણો
વ્યવહારમાં વર્તનથી જીવી તો જો!
અવતરણે દીધાં પાકાં પાઠો,
ભીતરેથી સીધા જ, જીવી તો જો!
સત્ય શાણપણનાં મેળવ્યા તથ્યો,
સાનભાનમાં ભેળવી, જીવી તો જો!
સંવાદિતાનાં દેખાડ્યા પ્રમાણો,
રોજબરોજ સમાયોજનમાં, જીવી તો જો!
પ્રભુ થઈ બક્ષી હજારો બક્ષીસો,
ભર્યો ભર્યો માણસ થઈ, જીવી તો જો!
તમ દીધું...તમ જીવો...
આભાર...
દક્ષિણા ધરી જીવન કેવી રીતે જીવવું એ તો પ્રભુ જ બતાવી શકે.
રોજબરોજ ક્ષણેક્ષણે...
ઘટમાળ, માયાજાળ, વ્યવહાર, સંસાર...
જે માનો એ!
પણ અંતે, જીવનમાં ઉતરે...અમલમાં આવે...પ્રભુનિવાસનો ઊજાસ મહેકાવે...એ સ્તરનું અનુસંધાન સજાવે...ઉચ્ચતાનું ભાન કરાવે...નવીનતાની સભાનતાનો પરિચય આપે...
કંઈક કંઈક શું શું ન થઈ શકે, જે અત્યાર સુધી નથી થયું, અશક્ય નહોતું પણ હવે શક્ય બની શકે.
સંવાદિતાની સમજ અને સમયે એ જીવાય એ બે સ્થિતિઓમાં ફરક છે. એકથી બીજાની વચ્ચે પ્રગતિ છે.
એ ગતિમાં કૃપા જ પ્રગતિ આપી શકે.
સર્વાંગી પ્રગતિ...
સમગ્ર સમત્વી...
સર્વત્ર અમલી...
પધારો...
આભાર!
ડિસેમ્બર, ૨૦૧૮
Flower Name: Barringtonia asiatica
Significance: Supramental ActionAn action that is not exclusive but total.
No comments:
Post a Comment