Saturday, 29 December 2018

ઉચ્ચ સ્તરે ઉપલબ્ધ ...


પ્રત્યેક દૈવરુપને ભાગે અનન્ય ગુણ
સવિશેષ, સર્વોચ્ચ જે તે તત્વ પૂર્ણ.
આવિર્ભાવ થકી અધિષ્ઠાતા પરિપૂર્ણ.

દૈવ સ્થાન જે તે તત્વગુણ અનુરૂપ,
સ્થાયી સંસ્થાપિત અદ્રશ્ય પટલે ઉર્ધ્વ
મનકોષનાં ઉચ્ચ સ્તરે ઉપલબ્ધ તુર્ત.

કરુણાસભર ભીતર જો અભિભૂત શૂન્ય
ન પ્રતિકારક ન પ્રભાવિત, સાક્ષી તુલ્ય,
એ સ્થિર સમત્વમાં બને સંયોગ સૂક્ષ્મ.

પ્રભુ...તવ માર્ગે તમ દીધાં બક્ષીસરુપ...

આભાર...


એ દૈવરુપો પણ તો જીવંત છે અને માનવજાતને પ્રગતિગતિમાં મૂકવા, આગળ વધારવા તત્પર પણ...

ફાળવવામાં આવેલાં જે તે સ્તરપ્રદેશોમાં સ્થાયી સ્થાને છે અને એમના પ્રભાવો કેળવાયેલ દેહાધીન મનુષ્ય સુધી ઝીલી શકાય છે. 

સ્તુતિ અને રીત રસમથી એમને રીઝવીને સામાન્ય મનબાધિત જિંદગીઓ ખુશ છે અલબત્ બહુ જ છીછરી અસરો સાથે... અને એ જ સપાટીની ગતિવિધિઓને ઝંખીને, એથી પ્રભાવિત થઈને એને અલભ્ય ઉપલબ્ધિઓ માનીને એમાં રાચે છે.

ખરી ખરી અસરકારકતા અથવા કહો કે ઉદ્દેશ્ય તો એઓનો સકળ-સાયુજ્યનાં ભાગરૂપે સમાયોજન સ્થાપવામાં છે. એ શક્તિઓનો પૂરેપૂરો પાર્થિવ હિસ્સો બની સકળ-આવિર્ભાવને પૃથ્વી પર ભાવિ પેઢીઓના માટે ઉપલબ્ધ કરાવવામાં છે. 

એ સમય હવે દુર નથી. એ દૈવીરુપો પણ સ્તુતિથી સત્યો તરફ જવા ઉત્સુક છે અને પ્રતિબદ્ધ પણ.

જરૂર છે અહીંથી, અહીં રહીને, અહીં રહેવા માંગતા ખુલ્લાં 'ભીતરો'ની...કે જેને સમજ, ક્ષમતા મળેલાં છે. 

પછી પ્રગતિ પ્રત્યેક સ્તરે થશે અને એથી એ સર્વાંગી સ્ત્રોતની સાંગોપાંગ સંવાદિતાની પણ...

જય હો...જય હો...

ડિસેમ્બર, ૨૦૧૮


The Deva or Godhead is both the original cause and the final result. Divine Existent, builder of the worlds, lord and begetter of all things, Male and Female, Being and Consciousness, Father and Mother of the Worlds and their inhabitants, he is also their Son and ours: for he is the Divine Child born into the Worlds who manifests himself in the growth of the creature. He is Rudra and Vishnu, Prajapati and Hiranyagarbha, Surya, Agni, Indra, Vayu, Soma, Brihaspati, -- Varuna and Mitra and Bhaga and Aryaman, all the gods. He is the wise, mighty and liberating Son born from our works and our sacrifice, the Hero in our warfare and Seer of our knowledge, the White Steed in the front of our days who gallops towards the upper Ocean.

The soul of man soars as the Bird, the Hansa, past the shining firmaments of physical and mental consciousness, climbs as the traveller and fighter beyond earth of body and heaven of mind by the ascending path of the Truth to find this Godhead waiting for us, leaning down to us from the secrecy of the highest supreme where it is seated in the triple divine Principle and the source of the Beatitude. The Deva is indeed, whether attracting and exalted there or here helpful to us in the person of the greater Gods, always the Friend and Lover of man, the pastoral Master of the Herds who gives us the sweet milk and the clarified butter from the udder of the shining Cow of the infinitude. He is the source and outpourer of the ambrosial Wine of divine delight and we drink it drawn from the sevenfold waters of existence or pressed out from the luminous plant on the hill of being and uplifted by its raptures we become immortal
.
*The Secret of the Veda,
CWSA Vol. 15, p. 370-74

Flower Name: Bougainvillea
Significance: Protection of the Gods
Luminous and clear-visioned.

No comments:

Post a Comment