અંતર્જ્ઞાનનું સામર્થ્ય અપાર
જન્મેજન્મે પુરવણી અમર્યાદ
દર ભીતરે એ છૂપું અમાપ
થા સભાન! ધર સંધાન!
પ્રત્યક્ષ થાતું નિરપેક્ષ જ્ઞાન
અન્તદૃષ્ટિનો કર અભ્યાસ
કેળવણી ખોલે સહજ આકાશ
બન પ્રમાણ! મૂક પરિણામ!
ન તર્કસંગત ન વિવેકબાધ
ન આવેગ ન વૃત્તિ જન્મજાત
ન સૂઝ દલીલ ન સમજવિચાર
મેળવ સમાંતરે સ્ત્રોત અગાધ!
ઓ બુદ્ધિ! તવ સ્પષ્ટ નવનિર્માણ
ભૂમિકા, ક્ષમતાનું પ્રાવાધાન
હોમી દે પુરાણા મધ્યમમાર્ગ
અવતરણોનો બન યોગ્ય આધાર.
ઉર્ધ્વે વસે અનુપમ દિવ્યજ્ઞાન
અવરોધક ન બન બુદ્ધિમાન
બુદ્ધિને બનાવ પ્રેરણા પાક
અભૂતપૂર્વ સત્યો કર પૃથ્વીએ આયાત...
વંદન પ્રભુ.
ખૂબ નિર્ભર છે માનવજાત ઇન્દ્રિયો પર.
એનાથી ઉપજતી સમજ પર.
બુદ્ધિ પણ તો સંપૂર્ણ બુદ્ધિશક્તિ ક્યાં વાપરી શકે છે?
લાભો અને પ્રલોભનોની ટૂંકી જાળમાં છટપટતો રહે છે માનવ જીવનકાળ...
એકમાંથી બીજામાં કે પછી હૂંસાતૂંસીમાં કે પછી સંતાકૂકડીમાં...
બસ! અવધિ એમ જ પતી જાય છે અને બુદ્ધિ એમ જ ખર્ચાઈ જાય છે અને વસવસા હજી યે એટલા જ તાજાં અસંતોષ ભરેલાં!
એક અદ્ભુત સ્ત્રોત ખુલ્લો છે જેના માટે બુદ્ધિને કેળવવાની છે કારણે એ જે તે માનવદેહ હસ્તક છે બાકી બુદ્ધિશક્તિ તો જાણે છે અને એટલે જ તત્પર પણ હોય છે.
એ એટલે જ જ્ઞાનનું જતન અને ખેવના કરે છે પણ જ્યારે એને સમજાય છે કે એ સ્ત્રોત પોતે નથી, ઘણી મથામણનો અંત આરંભાય છે.
બુદ્ધિ તો અંતર્જ્ઞાનને વ્યક્ત કરતું માધ્યમ છે, એ સમજ સુધી પહોંચવા પણ બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો છે અને સાથેસાથે એ દૃષ્ટિને પણ ખોલવાની છે.
એ જ તો પછી માર્ગ બતાવશે ને સત્યો તથ્યો સુધી લઈ જશે. અને દેહમાં સમાયેલી દરેક સંસાધન ક્ષમતા એને અનુસરશે ને સત્યજીવન સ્થાપિત થશે.
અલબત્ કોઈ પ્રકારની મર્યાદા વગર...
પૂર્ણપણે...
જય હો!
ડિસેમ્બર, ૨૦૧૮
“A regular development would at first, allowing for some simultaneous manifestation of the four powers, yet create on a sufficiently extensive scale the lower suggestive and critical intuitive mind and then develop above it the inspired and the revelatory intuitive mentality. Next it would take up the two lower powers into the power and field of the inspiration and make all act as one harmony doing simultaneously the united–or, at a higher intensity, indistinguishably as one light the unified–action of the three. And last it would execute a similar movement of taking up into a fusion with the revelatory power of the intuitive gnosis.”
“In the end however a time can come when the process, so far as it is possible in the mind itself, is complete and a clear formation of a modified supramental light is possible composed of all these powers, the highest leading or absorbing into its own body the others. It is at this point, when the intuitive mind has been fully formed in the mental being and is strong enough to dominate if not yet wholly to occupy the various mental activities, that a farther step becomes possible, the lifting of the centre and level of action above the mind and the predominance of the supramental action.”
* The Synthesis of Yoga,
Part Four: The Yoga of Self-Perfection,
Chapter 21, The Gradations of the Supermind, pg. 787
Flower Name: Caesalpinia coriaria
Divi-divi
Significance: Intuitive KnowledgeDivi-divi
Innumerable and vast for exploration, it is pure and fragrant.
No comments:
Post a Comment