શું તું જ દેખાય સર્વત્રે ને સર્વત્રમાં તું!
શું તું જ દેખાય સર્વે ને સર્વે માને એ તું!
ખરી તારી કલાકારી ને ખરો કારીગર તું,
આંતરદ્રષ્ટિ બદલી ને સૃષ્ટિ પલટે તું.
અનુભવ સંસારનો ને અનુભૂતિ બને તું
અંદર બાહર પલકવારમાં પલટે જગત તું.
ભૂગર્ભેથી ઊઠવી ઉર્ધ્વે ઉંચકે, ઝીલે હસ્તે તું
સ્થાપે નવ સ્થિતિમાં ને સ્થાપિત સ્થાન તું.
તારી જ ગતિ, તું જ ધરે, ધરી મમ દેહ તું.
એકોએકમાં શ્વસે, વસે - દ્રાશ્ય કે અદ્રશ્ય તું.
અહો સમસ્ત! તું જ આવિર્ભાવ તારો અદ્ભુત...
નમન...
આમાં ક્યાં આરંભ કે ક્યાં થવાનો અંત...
ફક્ત એ જ્ઞાનનાં સમજની શરૂઆત થવી...
સભાનતાની પણ સમજ ત્યાર પછી જ...
બધું જ જાણે સળંગ...
આકાર નિરાકાર થતું...નિરંતર!
ક્યાંક સભાનતા અટકીને ક્યાસ કાઢે તો કોઈ ઘાટ અને પછી એને લગતી ઓળખાણ બુદ્ધિ પ્રગટ કરે, નહીં તો પ્રવાહમાં અવિરત..
સભાનતા પણ તો એ જ પ્રવાહનો હિસ્સો...
ફક્ત ખસીને જોઈ શકે, એટલો જુદારો લાવી શકે...બાકી એ પણ તો વહેતો વહેળો જે અતિ હશે બહોળો!
અને છતાંય એ બધાની પાછળ હજુ કંઈક!
સ્થિર...મથાળા વગરનું ચેતનામય સતત...
અને એમ સ્તરોમાં ચેતનાઆવાસો!
પ્રભુ...ખરું પ્રયોજન!
ડિસેમ્બર, ૨૦૧૮
Flower Name: Hibiscus hirtus
Hibiscus
Significance: Eternal YouthHibiscus
It is a gift the Divine gives to us when we unite with Him.
No comments:
Post a Comment