Saturday, 8 December 2018

પ્રકાશિત સર્વમંગલ...


પ્રકાશેથી પ્રસ્થાન, પ્રકાશિત ઉદભવ
પ્રકાશસભર ખોજ પ્રકાશમય ગંતવ્ય...

સફર પ્રકાશની, ઉજ્જવળ પ્રકાશ તરફ
પ્રકાશને પ્રકાશનો સાથ, માંડી રહે અફર...

પ્રકાશની વહેંચણી, સર્વાંગી પ્રકાશ ઉદય
શોધ પ્રકાશની, પ્રકાશ ખોળે ઊચ્ચ ઉત્કર્ષ...

પ્રકાશ ધરે પ્રકાશધારી, પ્રકાશ ફેલાવ સમર્થ
અર્પણ કરે પ્રકાશચરણે ને પ્રકાશિત સર્વમંગલ...

પ્રકાશપ્રભુને ...

ડિસેમ્બર, ૨૦૧૮


Flower Name: Laburnum anagyroides
Common laburnum, Golden chain
Significance: Descent of the Light
It flows towards the earth in harmonious waves.

No comments:

Post a Comment