Wednesday, 19 December 2018

દર એક શબ્દ પાછળ ...


તવ સૂચવ્યા દર એક શબ્દ પાછળ ખુલતું આકાશ. 
ફક્ત ભાષાકીય શબ્દાર્થ નહીં, પોતાનામાં સિદ્ધાંત.

દરેકનાં વિવિધ સ્તરો, એકમેક થકી વિકસીત સર્વાંગ.
દરેક તત્વવત્. સપાટીથી સૂક્ષ્મ સુધી સક્રિય સભાન.

દરેકનાં અમલ અગત્ય. અમલીકરણનું ઊંડું પ્રાવાધાન.
દરેકની ગતિવિધિ લક્ષિત. અન્યોન્ય નિર્ભર નિભાવ.

દરેક સાયુજ્યે સકળ ચેતના, ચૈતન્ય સંગે સાંઠગાંઠ. 
દરેકનો આરંભ ને અંત એ વિધીવત્ પરમથી પ્રદાન.

દરેક પોતાની તાકાત, પોતાનામાં પાવરધી શરુઆત.
દરેક, દરેક અન્યને જોડે, દરેકમાં પ્રબળ સંયુક્તભાવ.

દરેકનો જીવંત આવિર્ભાવ, જીવગતિને મળે સૂચક પડાવ.
દરેક સક્ષમ, દેવા ફલક વિશાળ. ખંતીલો સમર્પિત જો આધાર... 

પ્રભુ...તવ શબ્દાવલી...તવ અર્થાત્! 

આભાર...

કંઈક નવીન અર્થ આપ્યાં છે એમણે, પણ સૂઝસભર.
અમલ ન કરી શકીએ એવાં નહીં પણ સરળતા, મોકળાશ, હળવાશથી ભરી દે એવાં.
જેનો ભાર ન હોય પણ યોગ્ય સમજ સાથે, એ સમજને પૂરૂપૂરો યોગ્ય ન્યાય આપવાની અને ન્યાય મળી રહે એવી તત્પરતા હોય.

શબ્દકોશનાં અર્થ અને અર્થઘટનો કરતાં કશુંક ઘણું વધારે સૂક્ષ્મ સ્તરોએ પણ ગણનીય.

વધુને વધુ સંદર્ભસભર બની રહે તેવું.

સાથે અત્યાર સુધી મળેલી સમજથી વિશેષ અને ચડિયાતું તો ક્યારેક કોઈક શબ્દો માટે નોખું! 

અનુભવો અને અનુભૂતિઓ થકી વધુ સહેલાઈથી સમજ અને જીવન બનતાં એ શબ્દો અધ્યાત્મ અને સંસાર બંને કે અન્ય વિવિધતાઓમાં પણ બંધબેસે એવાં વિકસીત.

જેમ આગળ વધતાં જઈએ એમ ખુલતાં જાય દરેકનાં પરિઘ અને છતાંય દરેક યથાયોગ્ય...પોતાની જ સીમાઓમાં અને છતાંય અસીમ....

વાહ પ્રભુ! ખરી રીત!

ડિસેમ્બર, ૨૦૧૮

The Creative Word is the word which creates. There are all kinds of old traditions, old Hindu traditions, old Chaldean traditions, in which the Divine in the form of the Creator, that is, in His aspect as Creator, utters a word that has the power to create. So it is this. . . And it is the origin of the mantra. The mantra is the spoken word that has a creative power. An invocation is made and there is an answer to the invocation; or one makes a prayer and the prayer is granted. This is the Word, the Word that, in its sound ... it is not only the idea, it is in the sound that there is a power of creation. It is the origin of the mantra. In Indian mythology the creator God is Brahma, and I think that it was precisely his power which has been symbolised by this flower, the "Creative Word". And when one is in contact with it, the words spoken have a power of evocation, of creation, of formation or of transformation; the words . . . sound always has a power; it has much more power than men think. TM



Flower Name: Leucanthemum X superbum Chrysanthemum Xsuperbum
Shasta daisy
Significance: Creative Word
Belongs only to the Divine.

No comments:

Post a Comment