Thursday, 6 December 2018

કહેવાતા સો વર્ષો માટે!


સદીઓથી જીવતો હશે આ જીવ
ને કહેવાતા સો વર્ષો માટે આટલી માથાઝીંક!

દેહ મળ્યો હશે કંઈક ગાળો પછીત
ને છતાંય એ મહામૂલી તક વેડફાય એ તથાકથિત!

જીવ ને આ સફરે હશે લક્ષ નિશ્ચિત 
ને ઈતરપ્રવૃત્તિમય સમયવ્યય એ નસીબ ગઠિત!

સંસાધનો નથી ફક્ત ભોગવિલાસ સીમિત 
આંતરિક અને બાહ્ય બંને સર્વાંગી વિકાસશીલ...

બહુ શીખ, શાણ પછી મળે પૃથ્વીસ્થિત
વધી લે, આ મહામૂલી પરિસ્થિતિમાં સુદીપ્ત!

જીવી લે...આ ગણતરી નથી એમ જ કંઇ!
સમજીને મૂક, હિસાબે લે, એક એક દિન...

પ્રભુ...કરે સભાન...બને માર્ગદર્શન...


કંઈક કેટલાય જન્મો જીવાઈ ચૂક્યા હશે અને એ જન્મધરતા જીવ સિવાય કોણ એ પૂંજીને ધરીને જન્મો લેતું હોય!

એ સંચિત શીખ જરૂર જે તે જીવનાં પોતીકા વપરાશ, વ્યય અને જમા માટે રખાતી હશે. કંઈક ક્રિયાઓ, ગતિવિધિઓ અને આયામો ઓળંગાય પછી પાછો દેહધારી જન્મ યોગ બનતો હશે.

કંઈક ફેરબદલ અને પ્રગતિશીલ પાડવો પસાર કરી જીવ જીવને આવતો હશે.

અને પૃથ્વી જીવન એને શું આપી શકે, શી ઉમેરણી કરી શકે - અચાનક એ બધાં હિસાબ જ બદલાઈ જાય અથવા તો ઘટનાક્રમ બેઅંકુશ, બેહિસાબ ઘટ્યા કરે!

અને જીવ કોઈ પડદાઓની વચ્ચે ગૂંગળાતો ચિત્કારે અને જે જન્મ માટે જતનથી ઘડામણ કરી હોય એ જ પ્રવર્તમાન વૈશ્વિક મન, વૈશ્વિક પ્રાણનાં એવાં ભાગોનાં સકંજામાં સપડાય કે એક હદ પછી એણે સુષુપ્તાવસ્થા ત્યજવી પડે.

પોતીકી સફર માટે ભેગાં કરેલાં સંસાધનો જેવાં કે ભૌતિક, બૌદ્ધિક, શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, પ્રાણિક, વિગેરેને જીવનાં સંદર્ભથી અર્થ અને કાર્ય આપે. જેથી યથાયોગ્ય નિર્ધારિત આ જીવનફેરો બનાવી શકે.

શરૂઆત મનથી મનને સમજાવવાની છે ને ત્યાંથી ખરાં ખરાં જીવાત્મા સુધી જૈવિક જીવનને લઈ જવાની તૈયારીઓ...

પ્રભુ...કરે સભાન...બને માર્ગદર્શન...

ડિસેમ્બર, ૨૦૧૮


All action must be in [the integral Yoga] part of the God-life, our acts of knowledge, our acts of power and production and creation, our acts of joy and beauty and the soul's pleasure, our acts of will and endeavour and strength and not our acts only of love and beneficent service. Its way to do these things will be not outward and mental, but inward and spiritual, and to that end it will bring into all activities, whatever they are, the spirit of divine love, the spirit of adoration and worship, the spirit of happiness in the Divine and in the beauty of the Divine so as to make all life a sacrifice of the works of the soul's love to the Divine, its cult of the Master of its existence. SA

To act, to enjoy is the normal law and right of the nervous being; but to choose by the personal desire its action and enjoyment is only its ignorant will, not its right. Alone the supreme and universal Will must choose; action must change into a dynamic movement of that Will; enjoyment must be replaced by pure spiritual Ananda. TM



Flower Name: Combretum coccineum
Significance: True Action in the Material Vital
Graceful and simple in its spontaneity.

No comments:

Post a Comment