Tuesday, 11 February 2014

ત્યારે શું થાય?...

તમને ખબર છે ત્યારે શું થાય?

કોઈ પોતાના હ્રદયને વારંવાર ઢંઢોળે ને
તમે તમારા હ્રદયમાં સમાવી દો!


કોઈ ઊકળતા પ્રાણતત્વોને વારંવાર ઠપકારે ને
તમે તમારા શાંતસ્વરૂપમાં ઉપાડી દો!

કોઈ બેકાબુ વિહરતા મનને ઘડીયે ઘડીએ વારે ને
તમે તમારા ઉર્ધ્વ પ્રદેશમાં ઘૂમવાને મોકળાશ દઈ દો!

કોઈ જ્યારે તમારા ચરણસ્પર્શ કરે ને
તમે તમારા ખોળામાં બેસાડી દો!

કોઈને તમારું સતત નામસ્મરણ થાય ને
તમે તમારી સાથે અરસપરસમાં વાર્તાલાપ મૂકી દો!

કોઈ તમને સદૈવ જીવન-અર્પણ કરે ને
તમે આ જીવનમાં તમારી જગ્યા જ બનાવી દો!

ત્યારે પછી સાચૂકલો, ભાવવિભોર આભાર ને
ભાવુકતાથી પ્રણામ, નમન થઈ જાય,
બાકી 'મોરલી'નું શું ગજુ કે...પ્રભુ!


-         મોરલી પંડયા
ફેબ્રુઆરી ૧૨, ૨૦૧૪


Monday, 10 February 2014

ક્યાં કોઈ હું છે જ?...

આમાં ક્યાં કોઈ હું છે જ? મા!

ઉર્ધ્વમાંથી ટપકે મસ્તિષ્કમાં ને
શબ્દ પ્રસાદ થઈ સમજાય-વહેંચાય-ઝીલાય,
આ તો થયું ફક્ત વાહકનું કામ... આમાં ક્યાં કોઈ હું છે જ?...

સર્વ પ્રત્યે સમભાવ ને દ્રષ્ટિમાં હંમેશ તમભાવ
અશ્રુ પ્રસાદ થઈ રેલાય-કૃતઘ્નતા થી અર્પણ થાય
આ તો થયું ફક્ત ભાવધારકનું કામ... આમાં ક્યાં કોઈ હું છે જ?...

જીવતરની ફરજ ને જવાબદારીમાં ભૂમિકા સાથે સંજોગ ગોઠવાય!
યોગ્ય વિચાર, વાણી, વર્તન, વ્યવહાર બસ! એમજ અચાનક થાય!
આ તો થયું ફક્ત કર્મકારકનું કામ આમાં ક્યાં કોઈ હું છે જ?...

મોરલીને તો હું, તું ને સર્વત્રમાં;
બસ, તું જ તું છો! સહર્ષ આભાર મા!

- મોરલી પંડ્યા

      ફેબ્રુઆરી ૧, ૨૦૧૪

Sunday, 9 February 2014

When one reads something...

When one reads something unaccustomed to,

The eyes read and in no second the brain forwards,
Words come – ‘Beautiful’ or ‘Nice’ or whatever!
The mind clueless, the intellect unaware or eager till then–
In their own respective, different domains…

In reality, the soul beneath the heart receives,
The most familiar of all – for all, already knows everything within
The knowledge spontaneously, brings up those responses
The one gets smile, feels joy for a second from that another domain…

The mind searches the meaning that comes up in the brain
The questioning starts, the doubt arises, feels that not understood any!
No mind space with only preoccupied brain yet the core knows it all
The person struggles to find, juggles between the above heart domains…

If the one gets quiet, rather than running here-there-everywhere
Frantic to know and show than give time and just let it be or go
The matter then travels from – through the heart and come to aware
Then ‘Morli’ that insight stays in being, becomes part of all the domains…

Thank YOU!

-         Morli Pandya

February 10, 2014

Saturday, 8 February 2014

વિશ્વાસની પરખ જાણતો નથી…

જે ખુદને માનતો નથી એ વિશ્વાસની પરખ જાણતો નથી
જેને ખુદની કદર નથી એ બીજાની દરકાર કરતો નથી

જે ફક્ત શંકાનો માર્ગ અપનાવી બુદ્ધિ સામર્થ્યને પામે છે,
તે હ્રદય ઊંડાણથી પ્રગટતા આત્માજ્ઞાનની ઊંચાઈ કદી જાણવા પામતો નથી

જે જ્ઞાન, કર્મ, ભક્તિનો યથા યોગ્ય સમન્વય જીવી જાણતો નથી,
તે પ્રભુ પ્રેમ-વિશ્વાસની સમૃધ્ધિ, આશીષ કદી સમજી-માપી-પામી શકતો નથી

અરસપરસમાં વિશ્વાસ, પ્રભુભેટ જીવનને યોગ્ય પહેલું પગથિયું!
પણ જ્યાં વિશ્વાસની ખોટ ત્યાં પછી મોરલી
પ્રભુકૃપા છતાં બધુંય જીવન નર્યું બસ એક બંધન!

આભાર પ્રણામ પ્રભુ!

- મોરલી પંડ્યા

      ફેબ્રુઆરી ૯, ૨૦૧૪

Friday, 7 February 2014

તમ વગર કોરી ને કોરી...

હે પ્રભુ, તમારી મોરલી! હતી તમ વગર કોરી ને કોરી
તમે શ્વાસ પૂર્યા, ઉચ્છવાસ મૂક્યા
ને તમારા સ્પર્શે એ બની સુરીલી...

ત્યાં સુધી તો એ હતી ફક્ત વાંસળી! તમે એને ઓષ્ટ પર બેસાડી,
પોતીકી બનાવી ને આનંદ-વિષાદમાં અંગુલી ઘૂમાવી વગાડી
ને બનાવી કર્ણપ્રિય, તમ માધુર્યથી ભરેલી

ત્યાં સુધી તો એ હતી ફક્ત બંસરી! તમે એને કમરબંધે બાંધી,
જીવનમાં અપનાવી ને સ્વરૂપનો અંશ બનાવી એકલતામાંય ગમાડી
ને બનાવી ઈતિહાસમાં તમ સંગિની

પ્રભુ, તમારી બીજી પણ એક મોરલી’! તમે તો એને હ્રદયમાં બેસાડી!
દ્રષ્ટિ, સૃષ્ટિ, સમષ્ટિમાં તમ લય દેખાડી, જીવન-પરખના રાગ ગવડાવી
ને બનાવી તમ સૂરેસંગે સંતૃપ્ત આતમ ભુખ એની!

આભાર પ્રણામ  પ્રભુ! 

 - મોરલી પંડ્યા       

ફેબ્રુઆરી ૮, ૨૦૧૪

Thursday, 6 February 2014

A beautiful process of...

A beautiful process of surrender!

Not just words to arrange and say “I offer”
But the intend and attention with spontaneous need,
Concentration without doubt, guilt, punishment or blame in lead,
All come together on one single point…

Not just emotion, little more than usual
But the intensity and desperation in an instant to give,
Detachment with simple aim, clear and firm self-will,
All come together for the same single point…

Not just the body with bowed gesture
But the absence of dialogue and no debate in head,
Confidence in heart with no condition or deal in mental image,
All come together for that very and only single point…

Not just wait and expectation for the result with particular type
But self talk of no role to play now, for me in this kind
Patience and trust complete, on the Divine with entire being as
All come to the best with blessings and kind grace for us in this gifted life…

Not just this but yet another way, with surrender in the moment
Practice to live in just present, in ‘Now’ and every ‘Now’
Untouched by happening and no thought about consequences
All depend on what is chosen and then ‘Morli’ the Divine role begins…

Thank YOU!

-         Morli Pandya

February 7, 2014

Wednesday, 5 February 2014

અદભૂત જન્મ દીધો...

પ્રભુ, આ કેવો અદભૂત જન્મ દીધો...
પૂર્ણતાની ભેટ આપવા, કુટુંબ થકી તમારો અંશ જ મૂકી દીધો!

કેવા માત-પિતાને પેટે!
જે સર્વ કાંઈ કરી છૂટે; ભોગ સાથે અર્પણ કરી,
પ્રભુ ના જ છો ને એના કેવા રહેવું? તે શીખવે,
પ્રણામ હોજો એ પિતૃવાત્સલ્ય ને માતૃ પ્રેમ-પ્રાર્થનાને,
જે જ્યાં જે જીવન કે સ્વરૂપે ત્યાં પ્રભુની શાંતિ પામજો...

આ તે કેવું ભાંડુગણ!
બહેનો સાથે સખી બને ને સ્નેહ અવિરત વરસાવે,
મમ પિતૃતુલ્ય એમના સાથી, આત્મીયથી વિશેષ અધિકારની આપ-લે ચાલે
પ્રણામ હોજો એ ભગીની પ્રેમ-કદરને,
હોજો ખુશમિત જીવન, વધુ સુવાસિત પામજો

આ તે કેવો જીવનસાથી!
વધુ શું હોય સાથમાં જ્યાં ભીનાશ, દરકાર, ને હોય સન્માન!
સદાય અરસપરસ મૂક સહમતિ ને હોય જીવન મોકળાશ!
પ્રણામ હોજો એ વ્યક્તિ-વિશેષને, સંસાર તણા વિશિષ્ટ સંબંધને,
આ અનોખા પ્રેમની સુવાસ સાથે જીવન સંપૂર્ણ પામજો

આ તે કેવાં સંતાનો!
નિશ્ચિત, નિશ્ચિંત જીવન-જીવતર થકી આ મમતાને ઊજાળે,
પળ-પળ ભરી દીધું આ જીવવું, પ્રભુ બાળ બની વહાલ વરસાવે-પામે
પ્રણામ હોજો એ સંતતિને, દિવ્યબાળ મહીં સદાય જીવંત!
જીવન સુવિદિત, સમૃધ્ધ, સક્ષમ, સફળ પામજો

એ ઉપર બહોળું કુટુંબ! કેટલાય સફળ, વિલક્ષણ પરિવારજનો!
વિધ-વિધ ક્ષેત્રે - સફળ, રુચિ, સમૃધ્ધ! અન્યોન્યને પૂરક!
વડીલ-બાળ સહુ એકબીજાથી કંઈક નવું શીખવા પ્રોત્સાહે-પ્રેરે
પ્રણામ હોજો એ સહુને, જીવન શુભેચ્છા, શુભાષિશથી ભરપૂર પામજો

ધન્ય થયું આ જીવન જ્યાં પ્રત્યેક સંબંધ ફળદ્રુપ; ફૂલેફાલે, ને તમ ભેટ જ લાગે!
ભળ્યો તમ અતૂટ સંગાથ એમાં તો આ ભવમાં મોરલી ને બીજું શું બાકી લાગે! આભાર


 - મોરલી પંડ્યા       
ફેબ્રુઆરી ૬, ૨૦૧૪

Tuesday, 4 February 2014

આજ વધાવો, મારે આંગણે...

આજ વધાવો, મારે આંગણે પધાર્યા મા!
સંગે પરમ પ્રભુસ્વરૂપો લઈ પધાર્યા મા!

હું બાવરી! તન સ્વચ્છ, મન ચોખ્ખું, ઉર ભીનું લઈ દોડું,
આરતી-ફૂલ બધુંય ભૂલી ફક્ત આ જણ ઈ દંડવત નમું

શ્રી ગણેશજી મક્કમ ચાલે વિઘ્નો, અંતરાયો, અડચણો કુચડતાં પધાર્યા,
શ્રી હનુમંત સ્થિર ભાવે રક્ષા કેરો કવચ બની પધાર્યા,
શ્રી શિવજી સર્વ વિનાશક તત્વોને કંઠે ધરી પધાર્યા,
શ્રી કૃષ્ણ કરુણા સ્વરૂપે નવસર્જન લઈ પધાર્યા

એ સર્વ, એક જ ઊર્જા! એક જ ચેતના! એક જ સત્ય! એક જ પૂર્ણસમસ્ત!
અહો! આ શું ભાવ કહું, વિચાર, જ્ઞાન કે પરમઆશીષ!

આવો, સર્વસ્વરૂપે! આપથી જ છે આપનું માની બિરાજો!
મમ તુચ્છ જીવ સંગે તમેજ તમ થઈ, તમોને જ વધાવો!
તવ ચરણે મોરલીના સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારો

   - મોરલી પંડ્યા

      ફેબ્રુઆરી ૫, ૨૦૧૪

Monday, 3 February 2014

Lord! When you choose...

Lord! When you choose to be with then…

You partner with the one to challenge the conventional,
Keeping the heart warm and humble, rooted on the ground…

You team up with the one to ideate the creation,
Keeping the core intact to evolve greater than on the ground…

You collaborate with the one for pure, genuine intends,
Keeping conscience alert to sustain on the ground…

You eventually strengthen the one to fly high in infinite,
Keeping the sight clear and pointed on the ground…

You finally open the life to the new avenues,
Keeping the feet firm and stable on the ground…

You ultimately liberate the deserving one with ‘True’ self,
Keeping the mutual bond and peace with focus on the life ground…

‘Morli’ thanks and bows down to you!

-         Morli Pandya

February 4, 2014

Sunday, 2 February 2014

તો આને શું કહો???

ક્યાંય ન દેખાય દૂર સુધી, આશાની પણ મીંટ થાકે, કશુંય ન જડે અંદર ટકવાને,
બસ! હવે આમ જ! આવું જ! રહેશે; માની માણસ જીવન હાર સ્વીકારે,
ને ત્યાં અચાનક વળાંકે ફાંટો, જીવનપથ બની ફૂલે ફાલે ને વિસ્તારે,
તો આને શું કહો?

ક્યાંય સુધી માણસ મન-વિશ્વ થકી વ્યસ્ત! ઉલટ પલટ તપાસે,
આ-તે કે પેલુ ઉમટેચક્કર ચક્કર ભમે ને છતાંયે કોઈ ન ક્યાસ કાઢે ,
અચાનક મસ્તક-તાળવે મનસપટલ ખૂલે ને સત્ય બહોળું શાંતિ ધરી વિસ્તારે,
તો આને શું કહો?

ક્યાંક અસહમત છતાં માણસ ઇચ્છા, કામના, વાસના ના પ્રાણપ્રદેશે ઝઝૂમે,
આવેગ, અધૂરપ, ઇર્ષા, ક્રોધ કેરી અગનજાળ બનાવે, દેહ અસ્વસ્થ પામે,
અચાનક કોક ખૂણેથી વિદ્યાશક્તિ અગન ભભૂકતો ઠારે, સ્વચ્છ-સમભાવ વિસ્તારે,
તો આને શું કહો?

ક્યાંક વર્ષો સુધી જાત પ્રપંચમાં વિરહતો, ખટપટ ને છળકપટનો માણસ!
અચાનક ક્યાંક એક ઝટકો, તક! સ્વખોજને ઢંઢોળે, બધીયે જાત-રમત છૂટે-છોડે,
બસ, પછી આત્મા કેરી નિર્મિત ગતિમાં શેષ જીવન હોમે, વહેંચે, વિસ્તારે,
તો આને શું કહો?

પ્રભુકૃપા! 'મોરલી'ના વંદન

             - મોરલી પંડ્યા
                ફેબ્રુઆરી ૩, ૨૦૧૪


Saturday, 1 February 2014

You take care of everything...

You take care of everything,
Everyday, Day by day,
In every which way…

Nothing hidden, unknown, strange or secret when
You around, always
Show the alternate in most truthful way…

Nothing with stain, trace, scar or dent when
You remain, always
Incharge of any occurrence and people, in very individual way…

Nothing to scare, fear, afraid or beware when
You guide, always
Aware through your light and absolve any frightful way…

Nothing but you, peace and your love when
You with ‘Morli’, always
Grateful for everything being given in your own loving way…

-         Morli Pandya

February 2, 2014
મનને ના ગમે કે તનને ના ગમે,
તને ગમે તે સ્વીકારું, આટલી કૃપા કરજે મા!

જન્મ-મૃત્યુ, જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુઃખમાં અટવાયેલી મુજ
અબોધને સત્ય સમજાવજે, આટલી કૃપા કરજે મા!

ક્યારેક ખીલેલી, મુરઝાયેલી, મુજને તુજ
સમર્પિત બનાવજે, આટલી કૃપા કરજે મા!

હજી તો માંડ પા પા પગલી કરતી, ઉઠતી ને પાછી બેસતી,
પ્રેમાળ હાથ વડે સંભાળજે, આટલી કૃપા કરજે મા!

હું તારામાં, તું આ સર્વ સૃષ્ટિમાં, તું આ કણકણમાં, પછી હું શાને મુંઝવણમાં!
આટલો વિશ્વાસ અડગ રાખજે, આટલી કૃપા કરજે મા!

-         મોના ઠક્કર
જાન્યુઆરી ૧૩, ૨૦૧૪


કાન્હા, આજે તને ચંદનનો લેપ લગાડું ને પંચામ્રુતથી સ્નાન કરાવું,
તને કેસરીયા વાઘા પહેરાવું ને મોરપીંચ્છ સહિત મુગટ પહેરાવું,
તને પારણામાં ઝુલાવી હાલરડા ગાઉં ને વારી વારી ઓવારણા લઉં,

આજ તો તારી સંગ જશોદા થાઉં, તારી સાથે ગાયો ચરાવતો ગ્વાલ બનુંને
તારા તાલે રાસ રમતી ગોપી થાઉં, તારી મોરલીના સૂરમાં ભાન ભૂલી રાધા થાઉં,
તારી ભક્તિના તાનમાં મસ્ત બનતી મીરાં કે ભોળો નરસિંહ થાઉં,

કાન્હા, તું દ્ધારકાધીશ, અર્જુન સારથિ ને પુર્ણપુરૂષોત્તમ પણ તું જ,
તારા કેટલા રૂપ સ્વરૂપ ઝંખી રહું, ભક્તિભાવે અશ્રુભીની આંખે તુજને નિરખી રહું,
ને બસ! તારા જ સંગમાં, તારા જ પ્રેમમાં, તેં જ આપેલું જીવન વધાવતી રહું.

-         મોના ઠક્કર
જાન્યુઆરી ૩૦, ૨૦૧૪