મનને ના ગમે કે તનને ના ગમે,
તને ગમે તે સ્વીકારું, આટલી કૃપા કરજે મા!
જન્મ-મૃત્યુ,
જ્ઞાન-અજ્ઞાન,
સુખ-દુઃખમાં અટવાયેલી મુજ
અબોધને સત્ય સમજાવજે, આટલી કૃપા કરજે મા!
ક્યારેક ખીલેલી,
મુરઝાયેલી, મુજને તુજ
સમર્પિત બનાવજે, આટલી કૃપા
કરજે મા!
હજી તો માંડ પા પા પગલી કરતી, ઉઠતી ને પાછી બેસતી,
પ્રેમાળ હાથ વડે સંભાળજે, આટલી કૃપા
કરજે મા!
હું તારામાં,
તું આ સર્વ સૃષ્ટિમાં, તું આ કણકણમાં,
પછી હું શાને મુંઝવણમાં!
આટલો વિશ્વાસ અડગ રાખજે, આટલી કૃપા
કરજે મા!
-
મોના ઠક્કર
જાન્યુઆરી ૧૩, ૨૦૧૪
No comments:
Post a Comment