Saturday, 22 February 2014

મા, તું ક્યાં...

મા, તું ક્યાંક્યાંય ન હતી?

જીવન મળ્યું છે સંસાર-સાથ સાથે, તારી સંગ જીવવાને ને
બંન્ને નક્કર, જન્મસિદ્ધ! તો તું ક્યાં ક્યાં ન હોય!

મનસપટલ પર દ્રશ્ય બની એ પળ વીતેલા જીવાય, કોણ ક્યાં શું કેમ છતું થાય ને સમજાય કે તું ક્યાં કેવી સાથે હતી!

યોગ્ય, સંજોગ બને-વ્યક્તિ મળે ને સમય જરૂરી કાર્ય શરૂ
અથવા પૂરું થાય ને અનુભવાય કે તું ક્યાં કેવું ગોઠવતી!

બસ મા! હવે તો ,
આત્માનો રસ્તો જીવવો બાકી!
તારી રાહ પર ચાલવો બાકી!
ભેળો સંઘ મળતો રાખી!
નીકળી હું આ સંસાર સાથે!
ને તું ક્યાં કેવું રક્ષણ આપતી!, માર્ગદર્શન દેતી!
ને તું કેટકેટલી વાર શીશ પસારતી!, આશીર્વાદ દેતી!

હું તો તારા ચરણોમાં મા!
પ્રણામ મોરલીના મા!

-         મોરલી પંડ્યા

         ફેબ્રુઆરી ૧૬, ૨૦૧૪

No comments:

Post a Comment